Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

મનોજ પ્રભાકરે વિમેન્સ ટીમના કોચપદ માટે કરી અરજી, કપિલ દેવ લેશે ઇન્ટરવ્યુ

વર્ષ ૨૦૦૦નો મેચ-ફિકિસંગ વિવાદ ભૂતપૂર્વ ફાસ્ટ બોલરને નડશે

ભારતના ભૂતપૂર્વ પેસ બોલર મનોજ પ્રભાકર અને સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ ઓપનિંગ બેટ્સમેન હર્શલ ગિબ્સે ભારતની વિમેન્સ ટીમના કોચપદ માટે આવેદન કર્યું છે અને આ પદ માટેનો ઇન્ટરવ્યુ સિલેકશન પઙ્ખનલના હેડ ભારતના મહાન ક્રિકેટર કપિલ દેવ નિખંજ લેશે એવી શકયતા છે. કપિલ-પ્રભાકર ભૂતપૂર્વ સાથી ખેલાડી છે અને ૨૦૦૦ના મેચ-ફિકિસંગ સ્કેમ દરમ્યાન બન્ને વચ્ચેના વણસેલા સંબંધોની જાણ સમગ્ર ભારતીય ક્રિકેટને છે. ૩૦ નવેમ્બરે કોચ તરીકે રમેશ પોવારના ત્રણ મહિના પૂરા થતાં ભારતીય ક્રિકેટ ર્બોડે આ પદ માટે નવાં આવેદનો મગાવ્યાં હતાં. સિલેકશન પેનલના હેડ કપિલ દેવ છે અને અન્ય મેમ્બરો અંશુમન ગાયકવાડ અને શાંતા રંગાસ્વામી છે. મનોજ પ્રભાકરે મીડિયાને કહ્યું હતું કે દેશની કોઈ પણ નેશનલ ક્રિકેટ-ટીમના કોચ તરીકે સેવા કરવી એ મારા માટે ગર્વની વાત કહેવાશે. વિમેન્સ ટીમ પાસે ઘણું ટેલન્ટ છે અને મને લાગે છે કે મારો અનુભવ મિતાલી રાજ, હરમનપ્રીત કૌર અને સ્મૃતિ મંધાનાને દ્યણો મદદગાર સાબિત થશે.

કોચપદ માટે આવેદન કરવાની છેલ્લી તારીખ ૧૪ ડિસેમ્બર છે. પ્રભાકર અને હર્શલ ગિબ્સ બન્ને ૨૦૦૦ના મેચ-ફિકિસંગ વિવાદમાં સામેલ હતા એ જોતાં બન્ને જણ સિલેકટ થશે એ સવાલના જવાબમાં ર્બોડના એક અધિકારીએ કહ્યું હતું કે સિલેકશન પેનલ બન્ને વ્યકિતની આ પદ માટેની યોગ્યતા તપાસ્યા પછી સિલેકટ કરશે. ગિબ્સ ૨૦૦૮માં ડેક્કન ચાર્જર્સ વતી રમ્યો હતો, જયારે પ્રભાકર દિલ્હી, ઉત્ત્।ર પ્રદેશ અને રાજસ્થાનને કોચિંગ આપી ચૂકયો છે એથી કોઈ સમસ્યા નહીં થાય.

(3:39 pm IST)