Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

હરમનપ્રીત અને મંધાના વિમેન્સ બિગ બેશ ટી-૨૦ લીગમાં ચમકયા

ભારતની મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર અને તેની ડેપ્યુટી સ્મૃતિ મંધાનાએ ગઈકાલે વિમેન્સ બિગ બેશ લીગ ટી-૨૦માં હાફ સેન્ચુરી ફટકારીને પોતપોતાની ટીમને જીતાડવામાં મહત્વનું યોગદાન આપ્યુ હતું. સિડની થન્ડર તરફથી હરમનપ્રીતે ૨૬ બોલમાં ૫૬ રન કરતાં ટીમે ૨૦ ઓવરમાં ૪ વિકેટે ૧૯૨ રન કર્યા હતા. જવાબમાં બ્રિસ્બેન હિટ ૧૮.૫ ઓવરમાં ૧૬૪ રન જ બનાવી શકયુ હતંુ. મિતાલી રાજને ડ્રોપ કરવા મામલે વિવાદમાં આવેલી હરમનપ્રીતે છ ચોગ્ગા અને ત્રણ સિકસર ફટકારી હતી.

અન્ય એક મેચમાં હોબર્ટ હરિકેન્સ તરફથી રમતા મંધાનાએ ૪૧ બોલમાં ૬૯ રન કરીને ટીમને ૬ વિકેટે ૧૯૬ રનના સ્કોરમાં મહત્વનું યોગદાન આપ્યુ હતું. તેણે પોતાની ઈનિંગ્સમાં ૧૩ ચોગ્ગા ફટકાર્યા હતા. ત્યારબાદ હોબર્ટ હરિકેન્સે મેલબર્ન સ્ટાર્સને ૧૬.૫ ઓવરમાં ૧૨૪ રનમાં આઉટ કરી ૭૨ રનથી વિજય મેળવ્યો હતો.

(3:38 pm IST)