Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

હોકી વિશ્વ કપ: નેધરલેન્ડે 5-1થી પાકિસ્તાનને હરાવ્યું:હવે ભારત સામે ટક્કર થવાની શકયતા

ભુવનેશ્વર: હોકી વિશ્વકપમાં નેધરલેન્ડે 5-1થી પાકિસ્તાનને હરાવ્યું છે પહેલા હાલ્ફમાં 2-1થી બઢત મેળવ્યા બદ નેધરલેન્ડની ટીમે ગોલનું અંતર વધારતી ગઇ અને ચોથા હોલ્ફમાં 5-1 કરી લીધા હતા.આ જીત મેળવવા છતા નેધરલેન્ડ સીધી ક્વોટરફાઇનલમાં જગ્યા બનાવી શકી નથી કારણ, કે આ ટૂર્નામેન્ટમાં જર્મનીએ ત્રણ મેચ જીતી અને ટૂર્નામેન્ટમાં પ્રથમ રહીને સીધો જ ક્વોર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. હવે નેધરલેન્ડની ટક્કર ભારત સાથે થવાની શક્યતાઓ છે. પરંતુ તેના માટે પહેલા કેનેડાને હરાવવું પડશે.

આ મેચમાં નેધકલેન્ડનો પહેલો ગોલ છઠ્ઠી મીનીટમાં કર્યો તેના તરત જ પાકિસ્તાને નવમી મીનીટી ગોલ કરીને રમતમાં વાપસી કરી હતી. નેધરલેન્ડની ટીમ માટે થીએરી બ્રિકમેને સાતમી અને વેલેંટિન વેર્ગાએ 27મી મીનીટે ગોલ કર્યો હતો. નેધરલેન્ડ બીજા હાલ્ફમાં પણ શાનદાર પ્રદર્શન કરતા ત્રણ ગોલ કર્યા હતા. ટીમ માટે બૉબ વૂગડે 37મી મીનીટે, જૉરિટ ક્રુને 47મી મીનીટ તથા ડેક વીર્ડેને 59મી મીનીટે ગોલ કર્યો હતો.

(9:02 am IST)