Gujarati News

Gujarati News

News of Saturday, 10th November 2018

ટી-20 મેચમાં સદી ફટકારનાર પહેલી મહિલા ક્રિકેટર બની હરમનપ્રિત કૌર

નવી દિલ્હી:મહિલા ભારતીય ક્રિકેટ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરના ધૂંઆધાર 103 રન અને જેમિમાહ રોડ્રિગેઝના 59 રનની મદદથી ભારતનો સ્કોર આઈસીસી મહિલા ટી-20માં 194 રન નોંધાયો હતો. શુક્રવારે ટી-20 વર્લ્ડ કપ મેચમાં ન્યૂઝીલેન્ડ સામે ભારતની ટીમએ પાંચ વિકેટના નુકસાન પર 194 રન બનાવ્યા હતા. ભારતએ આ મેચમાં ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જો કે રમતની શરૂઆતમાં ટીમએ 40 રનના સ્કોર પર 3 વિકેટ ગુમાવી દીધી હતી. આ મેચમાં હરમનપ્રીત અને રોડ્રિગેઝએ બાજી સંભાળી અને ભારતની સ્થિતી મજબૂત બનાવી હતી. કેપ્ટન હરમનપ્રીતએ પહેલા 50 રન 33 બોલમાં અને પછીના 50 રન માત્ર 16 બોલમાં કરી સદી નોંધાવી હતી. આ દરમિયાન તેણે 7 ચૌકા અને 8 છગ્ગા ફટકાર્યા હતા. આ મેચમાં હરમનપ્રીતએ તેની કારર્કિદીની પહેલી સદી પણ ફટકારી હતી. આ ઉપરાંત રોડ્રિગેઝએ 45 બોલ પર 7 ચોક્કા ફટકારી અડધી સદી ફટકારી હતી.

 

(1:18 pm IST)