Gujarati News

Gujarati News

News of Saturday, 10th November 2018

આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી મુનાફ પટેલે લીધો સન્યાસ

નવી દિલ્હી:2011 વિશ્વકપ ચેમ્પિયન ટીમ ઇન્ડિયાના સભ્ય રહેલ મુનાફ પટેલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી સંન્યાસ લઇ લીધો છે. મીડિયા રિપોર્ટ અનુસાર, ડાબા હાથના ઝડપી બોલરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવીદા કહેવાનો નિર્ણય કર્યો છે. મુનાફ આગામી ટી-10 લીગમાં ભાગ લેશે, જ્યાં તે રાજપુત્સનું પ્રતિનિધિત્વ કરશે.મુનાફે ઘરેલુ ક્રિકેટમાં ખુબ જ સારા પ્રદર્શનન દમ પર ટીમ ઇન્ડિયામાં એન્ટ્રી કરી હતી. તેણે મુનાફે મહાન બેટ્સમેન સચિન તેંદુલકરને પોતાની બોલિંગથી ખુબ જ પ્રભાવીત કર્યો હતો. મુનાફે ભારત એ તરફથી પ્રથમ શ્રેણી ડેબ્યૂ ન્યૂઝિલેન્ડ વિરૂદ્ધ 2003માં કર્યુ હતું. આ પછી 2006માં દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ ડરબનમાં તેણે ટેસ્ટમાં પર્દાર્પણ કર્યુ હતું.એક મહિના બાદ મુનાફે વન-ડે ક્રિકેટમાં ડેબ્યૂ કર્યુ હતું. મુનાફ પટેલનું કરિયર ઇજાઓના કારણે પ્રભાવિત થયુ, જેના કારણે તે 13 ટેસ્ટ અને 70 વન-ડે જ રમી શક્યો. તેણે પોતાની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ 2011માં રમી હતી. એક રિપોર્ટ અનુસાર, મુનવાફે કહ્યું-‘મને કોઇ મલાલ નથી. કારણ કે, જે ક્રિકેટરો સાથે હું રમ્યો, તેઓ તમામ સંન્યાસ લઇ ચૂક્યા છે. માત્ર ધોની રમી રહ્યા છે, બાકી તમામ ડન થઇ ચૂક્યા છે. માટે કોઇ ગમ નથી.’મુનાફે વધુમાં કહ્યું,’તમામ લોકોનો સમય પૂર્ણ થઇ ચૂક્યો છે. ગમ ત્યારે હોતો જ્યારે તમામ લોકો રમી રહ્યા હોતા અને હું રિટાયર થઇ રહ્યો હોતો. સંન્યાસનું કોઇ વિશેષ કારણ નથી. ઉંમર થઇ ચૂકી છે. ફિટનેસ પણ પહેલા માફક નથી. યુવાનો પોતાની તકની રાહ જોઇ રહ્યા છે અને મારૂ રમવું યોગ્ય રહેશે નહી. પ્રમુખ વાત એ છે કે. કોઇ પણ પ્રકારનું પ્રોત્સાબન રહ્યું નથી. હું 2011 વિશ્વકપ વિજેતા ટીમનો ભાગ છું અને તેનાથી મોટી ઉપલબ્ધી કોઇ બીજી હોઇ શકે નહી.’

 

(1:29 pm IST)