Gujarati News

Gujarati News

News of Saturday, 10th November 2018

400થી વધુ વિકેટ ઝડપનાર શ્રીલંકાના આ દિગ્ગ્જ ખેલાડીએ ક્રિકેટને કહ્યું અલવિદા

નવી દિલ્હી: શ્રીલંકા ક્રિકેટ ટીમના 40 વર્ષીય લેફ્ટ સ્પિનર રંગના હેરાથે ઇંગ્લેન્ડ સામે સિરીઝના પહેલા ટેસ્ટ મેચમાં રમ્યા પછી ક્રિકેટને અલવિદા કહી દીધું છે. જો કે હેરાથની વિદાઈ મેચમાં શ્રીલંકાની ટીમને 211 રનની હાર મળી હતી. આ અંતિમ ટેસ્ટ મેચ હંમેશા યાદ રહશે.
મેચ પુરી થયા પછી શ્રીલંકાના ખેલાડીઓએ હેરાથને ખભા પર બેસાડીને વિદાઈ આપી હતી. આ ઉપરાંત તેને મેદાન પર એક ટ્રોફી પણ આપવામાં આવી હતી. રંગના દુન્યાનો પહેલો લેફ્ટ સ્પિનર છે જેને ટેસ્ટ ક્રિકેટમાં 400 વિકેટ પુરી કરી છે. આ ઉપ્લબથી પર તેને એક વિસેહ સિક્કો એનાયત કરવામાં આવ્યો હતો.હેરહે ક્રિકેટ કેરિયરમાં 93 ટેસ્ટ મેચ રમી છે જેમાં તેને433 વિકેટ ઝડપી છે એક મેચમાં તેનું સર્વશ્રેષ્ઠ પ્રદરર્શન 184 રન આપીને 14 વિકેટ લેવાયુ છે.

 

(1:13 pm IST)