Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

#MeToo માં ફસાયા પૂર્વ શ્રીલંકન કેપ્ટન અર્જુન રણતુંગા: ભારતીય એર હોસ્ટેસે લગાવ્યો આરોપ

હોટલ; સ્ટાફને ફરિયાદ કરી તો મદદ કરવાને બદલે કહ્યું આ તમારો વ્યક્તિગત મામલો છે

 

નવી દિલ્હીઃ પૂર્વ શ્રીલંકન કેપ્ટન અને પ્રધાન અર્જુન રણતુંગા પણ #MeToo મામલામાં ફસાયા છે એક ભારતીય એર હોસ્ટેલે સોશિયલ મીડિયા પર આરોપ લગાવ્યો કે એક હોટલમાં રણતુંગાએ તેની સાથે બળજબરી કરવાનો પ્રયત્ન કર્યો હતો એર હોસ્ટેસે તે પણ લખ્યું કે તેણે હોટેલ સ્ટાફને વિશે ફરિયાદ કરી હતી પરંતુ સ્ટાફે તે કહેતા મદદ કરવાનો ઈનકાર કરી દીધો કે તમારો વ્યક્તિગત મામલો છે

  એર હોસ્ટેસે લખ્યું, મને અને મારી સહકર્મીને મુંબઈની હોટલ જુહૂ સેંતૂરમાં ભારત અને શ્રીલંકાના ક્રિકેટરો દેખાયા. અમે ઓટોગ્રાફ લેવાના ઈરાદાથી તેમની પાસે ગયા હતા. મારી સાથી એક ભારતીય ક્રિકેટરની સાથે સ્વિમિંગ પૂલ તરફ ચાલી ગઈ હતી. હું જ્યારે એકલી હતી તો રણતુંગા મારી કમરને પકડી અને મારા બ્રેસ્ટને પકડવા લાગ્યા. મેં તેમના પગ પર લાત મારીને મને છોડાવી હતી.

 મહિલાએ લખ્યું- તેની પાસેથી છૂડ્યા બાદ હું રિસેપ્શનમાં પહોંચી અને અર્જુન રણતુંગાની ફરિયાદ કરી હતી.પરંતુ ત્યાં હોટલ સ્ટાફે મને તે કહીને ઈનકાર કરી દીધો કે તારો વ્યક્તિગત મામલો છે. અમે કશું કરી શકીએ

(9:48 pm IST)