Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

હોંગકોંગના આ ત્રણ ખેલાડી લાગ્યો મેચ ફિક્સિંગનો આરોપ: જેમાંથી એક મૂળ પાકિસ્તાની

નવી દિલ્હી:ભારત વિરૂદ્ધ ગત મહિને એશિયા કપમાં રમનાર નદિમ અહમદ સહિત હોંગકોંગના ત્રણ ખેલાડીઓ પર 2014માં કથિત મેચ ફિક્સિંગમા શામેલ થવા માટે આઇસીસી ભ્રષ્ટાચાર નિરોધક સંહિતા અંતર્ગત આરોપ લગાડવામાં આવ્યા છે. ત્રણે ખેલાડી હસીબ અમઝદ અને નદીમ અને તેનો ભાઇ અરફાન અહમદ પર એસીયૂ સંહિતાની વિભિન્ન ધારાઓ અંતર્ગત આરોપ લગાડ્વામાંઓ આવ્યા છે. ત્રણે ખેલાડીઓ પાકિસ્તાન મૂળના છે.તેમા ડાબા હાથનો સ્પિનર નદિમનું નામ પ્રમુખ છે. તેને ભારત વિરૂદ્ધ 18 સપ્ટેમ્બરે એશિયા કપમાં મેચજ દરમિયાન 10 ઓવર કરી હતી, જેમા તેણે 39 રન આપ્યા પરંતુ તેને વિકેટ મળી નહી. ઇરફાન અને હસીબ 2014 અને 2016માં હોંગકોંગ તરફથી રમ્યા હતાં.ઇરફાન પર મેચ ફિક્સિંગ માટે નવ વિશિષ્ટ પ્રકારના આરોપ લગાવવામા આવ્યા છે. આઇસીસી તેને એપ્રિલ 2016 માટે નિલંબિત કરી રાખ્યો છે. નદીમ અને હબીબ પર આઇસીસી સંહિતા ની પાંચ કલમો અંતર્ગત આરોપ લગાવવામાં આવ્યા છે. નદીમ અને હસીબને આરોપોનો જવાબ આપવા માટે બે અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો છે.

(6:36 pm IST)