Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

ઓસ્ટ્રેલિયા સામેની પહેલી ટેસ્ટ મેચમાં પાક, મજબૂત પકડ

નવી દિલ્હી:પાકિસ્તાને સ્પિનર બિલાલ આસિફની ઘાતક બોલિંગની મદદથી ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં પોતાની પકડ મજબૂત બનાવી લીધી છે. પાકિસ્તાને પ્રથમ દાવમાં ૪૮૨ રન બનાવ્યા હતા જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમે ઓપનર ફિન્ચ અને ઉસ્માન ખ્વાજા વચ્ચે નોંધાયેલી ૧૪૨ રનની ભાગીદારીની મદદથી સંગીન શરૂઆત અપાવી હતી. જોકે, ૧૪૨ રનના સ્કોરે ફિન્ચ આઉટ થયા બાદ ટીમના સ્કોરમાં વધુ ૬૦ રન ઉમેરાયા ત્યારે ઓસ્ટ્રેલિયાની ટીમ ઓલઆઉટ થઈ ગઈ હતી. પોતાની પ્રથમ ટેસ્ટ રમી રહેલા ઓફ સ્પિનર બિલાલ આસિફે વિકેટ ઝડપી હતી જ્યારે ચાર વિકેટ મોહંમદ અબ્બાસને મળી હતી. પ્રથમ દાવના આધારે પાકિસ્તાનને ૨૮૦ રનની સરસાઈ મળી હતી.ઓસ્ટ્રેલિયાની ટીમ ફોલોઓન થઈ હોવા છતાં પાકિસ્તાને બીજા દાવમાં ઊતરવાનો નિર્ણય કર્યો હતો. પાકિસ્તાનની બીજા દાવમાં શરૂઆત ખરાબ રહી હતી અને ૪૫ રને પહોંચતાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. હાફિઝ ૧૭ રન બનાવી આઉટ થયો હતો જ્યારે અઝહરઅલી ચાર અને બિલાલ આસિફ ખાતું ખોલાવી શક્યો નહોતો. બીજા દાવના ૪૫ રન ઉમેરાતાં પાકિસ્તાને કુલ ૩૨૫ રનની લીડ મેળવી લીધી છે

(6:35 pm IST)