Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

પાકિસ્તાની આ ક્રિકેટરને પત્નીની ભૂલના લીધે મળી સજા: સૂત્રો

નવી દિલ્હી:ડોપ ટેસ્ટમાં ફેલ થયા બાદ 4 મહિનાનો પ્રતિબંધ ભોગવી રહેલ પાકિસ્તાનનાં બેટ્સમેન અહમદ શહજાદના મામલામાં એક નવો ખુલાસો થયો છે. ખબર છે કે, અહમદ શહજાદને તેની પત્નીની એક ભૂલના કારણે પ્રતિબંધનો સામનો કરવો પડ્યો. મીડિયામાં ચાલી રહેલી ખબરો અનુસાર અહમદ શહજાદની પત્નીએ અજાણતામાં તેને કેન્સરની સારવારમાં અપાતી દવા આપી દીધી હતી, જેના કારણે તેમનો ડોપ ટેસ્ટ પૉઝિટિવ આવ્યો.એક અગ્રણી વેબસાઇટની રિપોર્ટ અનુસાર, અહમદ શહજાદે ડોપ ટેસ્ટના કેટલાક દિવસો પહેલા પોતાની પત્નીના કારણે અજાણતામાં કેન્સની સારવારમાં અપાતી દવા ડ્રોનાબિનોલ ખાઇ લીધી હતી. જેના કારણે તેના યૂરિન સેમ્પલમાં વાડા અને પીસીબી દ્વારા પ્રતિબંધિત પદાર્થ ટીએચસીની માત્રા આવી હતી અને તેમના પર ચાર મહિનાનો પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો.રિપોર્ટ અનુસાર, અહમદ શહજાદને પાકિસ્તાન કપ ટૂર્નામેન્ટમાં 3 મેંએ બલૂચિસ્તાન માટે મેચ રમવાની હતી. મેચના દિવસે તે સવારે ઉંઘીને ઉઠ્યો ત્યારે તેણે ચક્કર આવ્યા અને તેને ગભરામણ થઇ રહી હતી. શહજાદે પોતાની પત્ની પાસે દવા માંગી, તેણે ભૂલથી શહજાદને ગ્રેવિનેટના સ્થાને તેની માતા દ્વારા લેવાતી કેન્સરની દવા આપી દીધી.અહમદ શહજાદે પોતાના દાવાની પુષ્ટી માટે પીસીબીને પોતાના માતા દ્વારા લેવાતી દવાની લિસ્ટના બીજા મેડિકલનો રેકોર્ડ પણ આપ્યો છે. સાથે પાકિસ્તાનનાં બેટ્સમેને પોતાનું કરેક્ટ સર્ટિફિકેટ પણ પીસીબીને સોંપ્યું છે, જેમા પોતાના ડોપ ટેસ્ટિંગના સમયે હાજર રહેલ ફિજિયોથેરાપિસ્ત, મુખ્ય કોચ મિકી આર્થર, પૂર્વ કેપ્ટન મિસ્બાહ-ઉલ-હક અને ઓલરાઉન્ડર શોએબ મલિકે પણ સાઇન કર્યા હતાં.

(6:34 pm IST)