Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

પ્રો કબડ્ડી સીઝન-6: ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સ અને દબંગ દિલ્હી વચ્ચે મેચ ટાઈ

નવી દિલ્હી:પ્રો. કબડ્ડી લીગની છઠ્ઠી સિઝનમાં ગુજરાત ફોર્ચ્યૂન જાયન્ટ્સ અને દબંગ દિલ્હી વચ્ચેની મેચ ૩૨-૩૨થી ડ્રો રહી હતી. ગુજરાતની ટીમે મોટાભાગના સમયમાં પોતાનો દબદબો જાળવી રાખ્યો હતો પરંતુ અંતિમ સાત મિનિટમાં દિલ્હી ટીમે વાપસી કરતાં મેચ ૩૨-૩૨થી ડ્રો કરવામાં સફળ રહી હતી.પ્રથમ હાફમાં ગુજરાતની ટીમે પ્રથમ મિનિટમાં -૨ની લીડ મેળવી લીધી હતી. દિલ્હીએ વાપસી કરતાં લીડ ઘટાડી - કરી હતી પરંતુ ગુજરાતે તે પછી સતત લીડ જાળવી રાખતાં પ્રથમ હાફ પૂર્ણ થયો ત્યારે ૧૭-૧૨ની લીડ મેળવી લીધી હતી. બીજા હાફમાં પણ ગુજરાતે લીડ જાળવી રાખતાં મેચ પૂર્ણ થવામાં સાત મિનિટ બાકી હતી ત્યાં સુધી ૨૮-૨૦ની લીડ જાળવી રાખી હતી પરંતુ દિલ્હીએ અહીંથી જોરદાર વાપસી કરતાં ગુજરાતની ટીમને ઓલઆઉટ કરી મેચ પૂર્ણ થવામાં ચાર મિનિટ બાકી હતી ત્યારે ૨૯-૨૯ની બરાબરી મેળવી લીધી હતી. રોહિતે સફળ રેડ કરી હતી જ્યારે દિલ્હીના નવીનની રેડ નિષ્ફળ જતાં ગુજરાતે ૩૧-૨૯ની લીડ મેળવી હતી. અંતિમ મિનિટોમાં દિલ્હીના ચંદ્રન રણજિતે સફળ રેડ કરી લીડ ઘટાડી ૩૦-૩૧ કરી હતી. ગુજરાતના રોહિત ગુલિયાની રેડ નિષ્ફળ જતાં દિલ્હીએ ૩૧-૩૧ની બરાબરી કરી હતી. દિલ્હી તરફથી પવને સફળ રેડ કરી મેચમાં પ્રથમ વાર ૩૨-૩૧ની દિલ્હીએ લીડ મેળવી હતી પરંતુ ગુજરાતના મહેન્દ્ર રાજપૂતે સફળ રેડ કરતાં બંને ટીમો ૩૨-૩૨ના સ્કોર પર પહોંચી ગઈ હતી. દિલ્હીના પવને અંતિમ રેડ એમ્પ્ટી કરતાં મેચ ૩૨-૩૨થી ડ્રો થઈ હતી.

(6:34 pm IST)