Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

ક્રિકેટ બોર્ડને RTI એકટ હેઠળ લાવવાના ચુકાદાને કોર્ટમાં પડકારશે વહીવટદારો

ભારતીય ક્રિકેટ બોર્ડને સેન્ટ્રલ ઇન્ફર્મેશન કમિશન (CIC)ના આદેશ મુજબ RTI એકટ લાવવાના નિર્ણયને વહીવટદારોની સમિતિએ કોર્ટમાં પડકારવાનો નિર્ણય લીધો છે, જેની ચર્ચા વહીવટદારોની ગયા સપ્તાહમાં મળેલી બેઠકમાં થઈ હતી. બીજી તરફ ક્રિકેટ બોર્ડના હોદેદારોએ પણ CICના નિર્ણયને પડકારવાનું નક્કી કર્યું હતું.

સાથોસાથ સુપ્રીમ કોર્ટના આદેશને કારણે અત્યારે ક્રિકેટ બોર્ડનું સંચાલન કરનારા વહીવટદારો પર સમગ્ર મામલે લાપરવાહી દાખવી હોવાનો આરોપ પણ મૂકયો હતો. વહીવટદારોનું હવે કહેવું છે કે CICએ પોતાના નિર્ણય વિશે ફેરબદલ કરવો જોઈએ, કારણ કે RTI એકટ આવી જવાથી ક્રિકટરોની પસંદગી અને રમત દરમ્યાન લીધેલા નિર્ણયો વિશે પણ ખુલાસો કરવો પડશે.

(3:50 pm IST)