Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમના બે પૂર્વ કેપ્ટન બોયકોટ-સ્ટ્રોસને રોબીનહુડનો ખિતાબ

લંડનઃ ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમના બે પુર્વ કેપ્ટન જેફ્રી બોયકોટ અને એન્ડ્રયુ સ્ટ્રોસને નાઇટહુડથી સન્માનીત કરાયા છે. રમતક્ષેત્રે સેવા પ્રદાન કરવા બદલ આ સન્માન અપાયું છે.  ૭૮ વર્ષીય બોયકોટે ૧૯૬૪ થી ૧૯૮૨ સુધી ઇંગ્લેન્ડ વતી ૧૦૮ ટેસ્ટ રમી ૮૧૧૪ રન બનાવ્યા છે. ૧૯૭૮માં ઇંગ્લીશ કેપ્ટન બ્રીયરલી ઇજાગ્રસ્ત થતા બાયકોટ કેપ્ટન બનેલ.

જયારે ૪૨ વર્ષીય સ્ટ્રોસે ઇંગ્લેન્ડ માટે ૧૦૦ ટેસ્ટ રમ્યા છે. જેમાં ૪૦.૯૧ની સરેરાશથી ૭૦૩૭ રન બનાવ્યા છે. ઉપરાંત સ્ટ્રોસે ૫૦ ટેસ્ટમાં કેપ્ટનશીપ કરી ઇંગ્લેન્ડને બે વાર એશીઝ જીતાડવાની સાથે ટેસ્ટમાં  નંબર વન ટીમ પણ બનાવી હતી.

(4:06 pm IST)