Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

કોહલી સ્ટેન્ડના ઉદ્દઘાટન માટે ગુરૂવારે દિલ્હીમાં હાજર રહેશે ટીમ ઇન્ડિયા

નવી દિલ્હી : દિલ્હી એન્ડ ડિસ્ટ્રિકટ ક્રિકેટ અસોસિઅશન ન (ડીડીસીએ) ગુરૂવારે ફિરોઝશા કોટલા સ્ટેડિયમમાં વિરાટ કોહલીના  નામના સ્ટેન્ડનું અનાવરણ કરશે, જેમાં આખા ટીમ ઇન્ડિયા હાજર રહેશે. આ ઇવેન્ટ જ વાહરલાલ નેહરૂ સ્ટેડિયમના વેઇટલિફિટંગ ઓડિટોરિયમમાં યોજાશે.

ઇવેન્ટના આયોજકોએ પણ ટીમ ઈન્ડિયાના આ ફંકશનમાં હાજર રહેવાની વાતની પુષ્ટિ કરી છે. આ ઇવેન્ટ બાદ ટીમ ઇન્ડિયા રવિવારથી સાઉથ આફિકા સામે ત્રણ ટીર૦ મેચોની સિરીઝ શરૂ કરશે. ટીંર૦ સિરીઝમાં સાઉથ આફ્રિકન ટીમની કમાન ફેફ ડુ પ્લેસીના હાથમાં સોંપવામાં આવી છ.

ભારતીય સ્કવોડમાં જસપ્રીત બમરાહ, મોહમ્મદ શમી અને ભૂવનેશ્વર કુમારને આરામ અપાયો છે, જયારે ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને ટીમમાં સામેલ કરાયો છે.

(3:18 pm IST)