Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

એશિઝ સીરીઝમાં નિષ્ફળતા છતાં કેપ્ટન તરીકે ફરજ બજાવવી છે રૂટને

૨૮ વર્ષના રૂટે કહ્યું હતું કે યસ, હું કેપ્ટન્સી કરવાનું ડેફિનેટલી ચાલું રાખીશ. આપણે જયારે સિરીઝ હારીએ ત્યારે દુઃખ થાય છે. પ્લેયર તરીકે અને ટીમ તરીકે કયા એરિયામાં ઇમ્પ્રૂવમેન્ટની જરૂર છે એ જાણવું જરૂરી છે. મને ઇંગ્લેન્ડની ટેસ્ટ ટીમની કેપ્ટન્સી કરવા મળી એ બહુ સારી વાત છે અને હું બેસ્ટ આપવા માટે વધારે મહેનત કરવાનું ચાલુ રાખીશ. અમે ઓવલમાં જીત મેળવીને ઘરઆંગણે એશિઝ ન હારવાનો ૧૮ વર્ષનો રેકોર્ડ અકબંધ રાખીશું.

(3:18 pm IST)