Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

વોર્નરે ઓપનિંગ કરવાનું ચાલુ રાખવું જોઈએ : પોન્ટીંગ

મેન્ચેસ્ટર :  ભૂતપૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગે કહ્યું હતું કે ડેવિડ વોર્નરે ઓપનિંગ પોઝિશન પર રમવાનું ચાલું રાખવું જોઈએ. વર્લ કપમાં ૧૫૦ પ્લસની બે ઇનિંગ્સ રમનાર વોર્નર એશિઝ સિરીઝની ૮ ઇનિંગ્સમાં ફકત ૭૯ રન બનાવી શકયો છે. આ વિશે પોન્ટિંગે કહ્યું હતું કે યસ, વોર્નર સ્ટ્રગલ કરી રહ્યો છે. તે કવોલિટી પ્લેયર છે. તેને ઓવલ ટેસ્ટમાંથી ડ્રોપ કરવામાં આવશે તો પણ તે ઓસ્ટ્રેલિયા પાછો ફરીને રન બનાવવાનું શરૂ કરી દેશે, કારણ કે ઓસ્ટ્રેલિયામાં તેનો રેકોર્ડ શાનદાર છે. જોકે મને નથી લાગતું કે ટીમમાં કોઈ બદલાવ કરવામાં આવે.

(3:17 pm IST)