Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

સ્મિથની રન-રાઈડ ખૂબ જ સ્કેરી છે : ટીમ પેઈન

મેન્ચેસ્ટર  : ઓસ્ટ્રેલિયન કેપ્ટન ટિમ પેઇને સ્ટીવન સ્મિથનાં વખાણ કરતાં કહ્યું હતું કે આ  જિનીયસ બેટ્સમેન હરીફ ટીમ માટે ધીરે-ધારે ડેન્જરસ થઈ રહ્યો છે. પેઇને મીડિયાને કહ્યું હતું કે જેણે છેલ્લાં ૩-૪ વર્ષમાં સ્મિથની બેટિંગ જોઈ હશે તેને ખબર હશે કે તેનામાં ટેલેન્ટ, સ્કિલ અને રનની ભૂખ કેટલી છે. મને કયારેય ડાઉટ નહોતો કે તે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં કમ બેક કરશે. ડરની વાત એ છે કે તે ધીરે-ધીરે સુધરી રહ્યો છે. મને ખબર નથી કે તે કયારે સ્ટોપ થશે. અમે આ રન-રાઇડ એન્જોય કરી રહ્યા છીએ.

(3:16 pm IST)