Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

રફેલ નડાલનો નવો રેકોર્ડ : 30 વર્ષ પછી 5 ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીત્યો : છેલ્લા ત્રણ વર્ષમાં 3 ફ્રેન્ચ ઓપન અને 2 યુએસ ટાઇટલ હાંસલ કર્યા

રોજર ફેડરર, રોડ લેવર, કેન રોસવાલ અને નોવાક જોકોવિચ 4-4 ટાઇટલ જીતીને સંયુક્ત બીજા ક્રમે

સ્પેનિશ ટેનિસ સ્ટાર અને વિશ્વના બીજા ક્રમાંકિત પુરૂષ ખેલાડી રફેલ નડાલે અહીં યુએસ ઓપન ટાઇટલ જીત્યું તેની સાથે જ તેણે 30 વર્ષ પછી 5 ગ્રાન્ડસ્લેમ ટાઇટલ જીતવાનો એક નવો રેકોર્ડ બનાવ્યો હતો. 3 જૂન 1983ના રોજ જન્મેલા નડાલની વય હાલમાં 33 વર્ષથી વધુ છે. તેણે છેલ્લા 3 વર્ષમાં 3 ફ્રેન્ચ ઓપન અને 2 યુએસ ઓપન મળીને કુલ 5 ગ્રાન્ડસ્લેમ ટાઇટલ જીત્યા છે. 30 વર્ષ પછી સર્વાધિક ગ્રાન્ડસ્લેમ ટાઇટલ જીતવા મામલે રોજર ફેડરર, રોડ લેવર, કેન રોસવાલ અને નોવાક જોકોવિચ 4-4 ટાઇટલ જીતીને સંયુક્ત બીજા ક્રમે છે.

દાનિલ મેદનેદેવ મરાત સાફિન પછી કોઇ ગ્રાન્ડસ્લેમ ફાઇનલ રમનારો પહેલો રશિયન ખેલાડી બન્યો છે. મરાત સાફિને 2005માં ઓસ્ટ્રેલિયન ઓપન ટાઇટલ જીત્યું હતું. તે પછી કોઇ રશિયન ખેલાડી ગ્રાન્ડસ્લેમ ટુર્નામેન્ટની ફાઇનલ સુધી પહોંચ્યો નથી. સાફિને 2000માં અહીં ટ્રોફી જીતવાની સાથે યુએસ ઓપનની ફાઇનલમાં પહોચંનારો પણ પહેલો રશિયન ખેલાડી બન્યો હતો.

(2:06 pm IST)