Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ શાસ્ત્રીની સેલેરીમાં 20 ટકા વધીને 10 કરોડ થશે ; કોહલી કરતા પણ વધુ !

બોલિંગ કોચ અને ફિલ્ડિંગ કોચને 3,5 કરોડ નવા બેટિંગ કોચને 2,5 થી 3 કરોડ મળશે

મુંબઈ : ભારતીય ટીમના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીનો કોન્ટ્રાક્ટ 2021 સુધીનો થઇ ગયો તેની સાથે જ તેની સેલેરીમાં પણ વધારો થશે. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડના સૂત્રો મુજબ  શાસ્ત્રીની વાર્ષિક સેલેરી વધીને 10 કરોડ રૂપિયા સુધીની થઇ શકે છે. સૂત્રોના મતે શાસ્ત્રીની સેલેરીમાં 20 ટકાનો વધારો થઇ શકે છે.

  એક અંગ્રેજી અખબારના અહેવાલ અનુસાર નવા કોન્ટ્રાક્ટ અનુસાર શાસ્ત્રીની સેલેરીમાં આ વધારો થશે. આ પહેલા શાસ્ત્રીને વાર્ષિક સેલેરી તરીકે 8 કરોડ રૂપિયા મળતા હતા, જે હવે વધીને 9.50થી 10 કરોડ સુધી થઇ શકે છે.

  આ વધારાને કારણે શાસ્ત્રીની સેલેરી વિરાટ કોહલી કરતાં વધી જશે કે જેને વાર્ષિક 7 કરોડ રૂપિયા મળે છે. આ સિવાય બોલિંગ કોચ ભરત અરુણ અને ફિલ્ડીંગ કોચ આર શ્રીધરને વાર્ષિક 3.5 કરોડ જ્યારે નવા બેટિંગ કોચ વિક્રમ રાઠોરને 2.5થી 3 કરોડ રૂપિયા સેલેરી તરીકે મળશે.

(1:55 pm IST)