Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કોહલીએ પુરા કર્યા 18000 રન

નવી દિલ્હી: ભારતીય કેપ્ટન કોહલીએ ઈંગ્લેન્ડ સામેની પાંચમી અને આખરી ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં ૪૯ રન ફટકારતાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કુલ મળીને ૧૮,૦૦૦ રન પુરા કરવાની સિદ્ધિ હાંસલ કરી હતી. ભારતીય ક્રિકેટમાં સચિન તેંડુલકર, સૌરવ ગાંગુલી અને રાહુલ દ્રવિડ પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૧૮,૦૦૦ રનના માઈલસ્ટોનને પાર કરી ચૂક્યા છે. કોહલીને આ ત્રણ દિગ્ગજો પછી ચોથા ક્રમે સ્થાન પ્રાપ્ત થયું છે.આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અનેક વિક્રમો નોંધાવનારા સચિન તેંડુલકરના કુલ આંતરરાષ્ટ્રીય રન ૩૪,૩૫૭  છે.જ્યારે આ યાદીમાં દ્રવિડ બીજા અને ગાંગુલી ત્રીજા ક્રમે છે. કોહલીએ કારકિર્દીની ૩૪૩મી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમતાં આ સિદ્ધિ હાંસલ કરી હતી. ઈંગ્લેન્ડ સામેની પ્રથમ ઈનિંગ બાદ તેના કુલ ૧૮,૦૨૮ રન થઈ ગયા છે. ભારતીય કેપ્ટને ૫૮ સદી અને ૮૫ અડધી સદી નોંધાવી છે. હાલના ઈંગ્લેન્ડ પ્રવાસમાં કોહલીએ નવ ઈનિંગમાં ૬૫.૮૮ ની સરેરાશથી બે સદી અને ત્રણ અડધી સદી સાથે ૫૯૩ રન કર્યા છે. 

(5:46 pm IST)