Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

ભારતીય મહિલા ક્રિકેટર હરલીન દેઓલે શાનદાર કેચ ઝડપી લઇને દિગ્‍ગજ ક્રિકેટર સચિન તેંડુલકરને પોતાના દીવાના બનાવી દીધાઃ વીડિયો શેર કર્યો

નવી દિલ્હી: ભારતીય મહિલા ક્રિકેટર હરલીન દેઓલએ શાનદાર કેચ ઝડપી દિગ્ગજ સચિન તેંડુલકરને પોતાના દીવાના બનાવી દીધા છે. હરલીને શાનદાર કેચનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે.

સચિનએ પોતાના ઓફિશિયલ ટ્વિટર હેંડલ પર હરલીનના કેચનો વીડિયોને ટ્વીટ કરતાં લખ્યું, આ એક શાનદાર કેચ હતો હરલીન દેઓલ. મારા માટે આ વર્ષનો સર્વશ્રેષ્ઠ કેચ છે.'

હરલીનએ એમી જોંસને કંઇક આ રીતે પેવેલિયન મોકલ્યા

નોર્થમ્પ્ટનમાં રમાયો રમાયેલા આ મુકાબલામાં મેજબાન ઇંગ્લેંડએ પહેલાં બેટીંગ કરતાં 19 ઓવરમાં 4 વિકેટ પર 166 રન બનાવ્યા હતા. તે સમયે એમી જોંસ 26 બોલમાં 43 રન બનાવીને બેટીંગ કરી રહી હતી. જોંસે શિખા પાંડેના બોલને લોન્ગ ઓફ તરફ રમ્યો.

ત્યારબાદ હરલીને કેચ પકડવા માટે પોતાની એથલેટિક્સ સ્કિલનો પરિચય આવતાં હવામાં છલાંગ લગાવી દીધી. તેમણે બોલને લપકી લીધો અને જ્યારે ખબર પડી કે સંતુલન બગડી રહ્યું છે તો તેમણે બોલને બાઉન્ડ્રીની અંદર ઉછાળી દેધો અને પોતે બાઉન્ડ્રીની બહાર જતી રહી. પરંતુ તેમછતાં હરલીનએ બાઉન્ડ્રીની અંદર ડાઇવ લગાવીને બોલને કેચ કરી લીધો.

ઇંગ્લેંડએ ડકવર્થ લુઇસ નિયમ પ્રમાણે મેચ જીતી

ઇંગ્લેંડએ પહેલાં બેટીંગ કરતાં 20 ઓવરમાં 7 વિકેટ પર 177 રન બનાવ્યા. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ 8.4 ઓવરમાં 3 વિકેટ પર 54 રન બનાવી ચૂકી હતી ત્યારબાદ વરસાદે ખલેલ ઉભી કરી. સતત વરસાદના લીધે આગળની રમત સંભવ થઇ શકી નહી અને મેજબાન ટીમને ડકવર્થ લુઇસ નિયમ પ્રમાણે 18 રનથી વિજેતા જાહેર કરી દીધી છે.

(4:27 pm IST)