Gujarati News

Gujarati News

News of Friday, 10th July 2020

ક્રિકેટર હોલ્ડિંગના માતા પિતા રંગભેદનો ભોગ બન્યા છે

મેચમાં દિગ્ગજ ખેલાડી કોમેન્ટ્રી કરે છે

સાઉધમ્પ્ટન, તા. ૧૦ : વેસ્ટ ઇન્ડિઝના એક સમયના ખૂંખાર ઝડપી બોલર અને વર્તમાન કોમેન્ટેટર માઇકલ હોલ્ડિંગે રંગભેદ અંગે વાતચીત કરી હતી. આ સંવેદનશીલ મુદ્દે એક દિવસ અગાઉ જ તેણે શક્તિશાળી સ્પીચ આપી હતી. ત્યાર બાદ ગુરુવારે આ મામલે પોતાના માતાપિતાને કેવો સામનો કરવો પડ્યો હતો તેનું વર્ણન કરતાં માઇકલ હોલ્ડિંગ ભાવુક બની ગયો હતો. ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની પ્રથમ ક્રિકેટ ટેસ્ટનો પ્રારંભ થયો ત્યારે હોલ્ડિંગે તેની સ્પીચમાં જણાવ્યું હતું કે રંગભેદ એ અમાનવીય છે અને રંગભેદ અંગે સમગ્ર માનવજાતને શિક્ષિત કરવામાં નહીં આવે ત્યાં સુધી આ જારી જ રહેશે અને લોકો તેનો ભોગ બનતા જ રહેશલ્ડિ તેણે ઉમેર્યું હતું કે જ્યારે મેં મારા માતા પિતા વિશે વિચારવાનું શરૂ કર્યું ત્યારે હું ભાવુક બમી ગયો હતો. મને ખબર છે કે મારા માતા પિતા તેમાંથી પસાર થઈ ગયા છે. મારી માતાના પરિવારે તેની સાથે વાતચીત કરવાનું બંધ કરી દીધું હતું કેમ કે તેનો પતિ (મારા પિતા) વધુ પડતા કાળા હતા. પ્રથમ ટેસ્ટનો પ્રારંભ થયો તે અગાઉ બંને ટીમના ખેલાડીઓએ ૩૦ સેકન્ડ માટે ઘૂંટણીયે બેસીને બ્લેક લાઇવ્સ મેટર ઝુંબેશને ટકો આપ્યો હતો.

(9:45 pm IST)