Gujarati News

Gujarati News

News of Friday, 10th July 2020

એશિયા કપ રદ્દ કરવાની જાહેરાત ગાંગુલીએ કરતાં પાકિસ્તાનને મરચા લાગ્યા

પીસીબીએ કહ્યું આ ટૂર્નામેન્ટનું ભવિષ્ય એશિયન ક્રિકેટ કાઉન્સીલ કરશે

નવી દિલ્હીઃ બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ એશિયા કપ રદ કરવાની જાહેરાત કરી હતી, હવે તે મુદ્દે પાકિસ્તાને વળતો જવાબ ભારતને આપ્યો છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના મીડિયા ડાયરેકટર સમીયુલ હસનનું કહેવું છે કે, સૌરવ ગાંગુલીના એશિયા કપ રદ કરવાને લઈ આપેલા નિવેદનમાં કોઈ જ વજન નથી અને આ ટુર્નામેન્ટનું ભવિષ્ય માત્ર એશિયન ક્રિકેટ કાઉન્સિલ જ નક્કી કરશે.

એશિયા કપને લઈને પીસીબી અને બીસીસીઆઈ વચ્ચે લાંબા સમયથી નિવેદનો ચાલી રહ્યા હતા. એશિયા કપ આ વર્ષે સપ્ટેમ્બરમાં આયોજિત થનારો હતો અને એસીસીએ પાકિસ્તાનમાં ટુર્નામેન્ટનું આયોજન થશે તેવું જણાવ્યું હતું. જો આ ટુર્નામેન્ટનું આયોજન થાય તો ભારતના આઈપીએલ-૨૦૨૦ના આયોજનની રણનીતિ બગડી શકે છે. બીસીસીઆઈ આઈપીએલને સપ્ટેમ્બર અને ઓકટોબરમાં આયોજિત કરવા માટે ઈચ્છે છે.

(3:23 pm IST)