Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

વિમ્બલડની કવાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો ફેડરરે

નવી દિલ્હી: ફેડરરે મનારિનોને ૬-૦, ૭-૫, ૬-૪થી હરાવીને વિમ્બલડની કવાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. તેણે અનુક્રમે લાજોવિક, લાકો અને સ્ટફને પરાજય આ મેચ અગાઉ આપ્યો હતો. રાઓનિકે પણ કવાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવતા મેકડોનાલ્ડને ૬-૩, ૬-૪, ૬-૭ અને ૬-૨થી હરાવ્યો હતો. કવાર્ટર ફાઇનલમાં પ્રવેશવા માટેના આજે રમારના અન્ય મુકાબલા યોકોવિચ - બચાનોવ, પોટ્રો-સિમોન વચ્ચે છે. જ્યારે મોન્ફીલ્સ, એન્ડરસન, નિશીકોરી - ગુલ્બીસ, નડાલ-વેસેલી, આઇસનર-સીતલિમાસ વચ્ચેની મેચ આ લખાય છે ત્યારે જારી છે. ફેડરર કવાર્ટર ફાઇનલમાં મોન્ફીલ્સ અને એન્ડરસન વચ્ચેની મેચના વિજેતા સામે રમશે. ફેડરરે ૧ કલાક અને ૪૫ મિનિટની રમત બાદ ફ્રાંસના માનરિનોને હરાવ્યો હતો. આ સાથે ફેડરર ૧૬મી વખત વિમ્બલડનની કવાર્ટર ફાઇનલમાં પહોંચ્યો છે જે  ઓપન એરાનો રેકોર્ડ છે.

(6:42 pm IST)