Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

દિપા કર્માકર, તારા કારણે અમને ભારતીય હોવાનો ગર્વ છે : અમિતાભ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બાદ અમિતાભ બચ્ચને પણ ભારતની ૨૪ વર્ષની જીમ્નેસ્ટ દીપા કર્માકરને ટર્કીના મર્સીનમાં ચાલી રહેલી આર્ટીસ્ટીકસ જીમ્નેસ્ટીક વર્લ્ડ ચેલેન્જ કપની વોલ્ટ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતવા બદલ શુભેચ્છા આપી હતી. અમિતાભે ટ્વીટમાં લખ્યુ હતું કે તે એ વાત સાબીત કરી આપી કે ઓલિમ્પિકસમાં ભલે તુ ન જીતી હોય, પરંતુ તુ અહિં જીતી છે. તારા કારણે અમને ભારતીય હોવાનો ગર્વ છે. ત્રિપુરાની દીપાએ ૧૪.૧૫૦ સ્કોર સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો.

(3:38 pm IST)