Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

ફ્રાન્સને હરાવી પહેલી વખત વર્લ્ડકપની ફાઈનલમાં પહોંચવા માગશે બેલ્જિયમ

જે જીતશે તે ફાઈનલમાં : રાત્રે ૧૧:૩૦થી મુકાબલો

સ્ટાર ખેલાડીઓમાંથી સુસજ્જ બેલ્જિયમની ટીમ ફૂટબોલ વર્લ્ડકપમાં પોતાના શાનદાર પ્રદર્શનને યથાવત રાખી આજે ફ્રાન્સ સામે જીત મેળવી પહેલી વખત ફાઈનલમાં પહોંચવા માગશે. બેલ્જિયમ ૩૨ વર્ષ બાદ સેમી ફાઈનલમાં પહોંચ્યુ છે, પરંતુ ફ્રાન્સ જેવી મજબૂત ટીમને હરાવવી એના માટે આકરો પડકાર હશે. ૧૯૯૮માં પહેલી વખત વર્લ્ડકપ જીતનાર ફ્રાન્સને શરૂઆતથી જ પ્રબળ દાવેદાર ગણવામાં આવતી હતી. ટુર્નામેન્ટમાં બેલ્જિયમે અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યુ છે. એ અત્યાર સુધી એક પણ મેચ હાર્યુ નથી. કવોર્ટર ફાઈનલમાં તેણે જાપાનને ૩-૨થી હરાવ્યુ હતું.

બીજી તરફ ફ્રાન્સની શરૂઆત ધીમી રહી હતી. જો કે કવોર્ટર ફાઈનલમાં તેણે આક્રમક રમત બતાવતા આર્જેન્ટીનાને ૪-૩થી હરાવ્યુ હતું. ફ્રાન્સના ૧૯ વર્ષના યુવા ખેલાડી કાયલીયન એમબાપેએ આ મેચમાં શાનદાર બે ગોલ કર્યા હતા. ફ્રાન્સને પોતાના આ ખેલાડી પાસેથી ઘણી આશા છે. ફ્રાન્સે પોતાના પાડોશી દેશ બેલ્જિયમને ૧૯૮૬માં ત્રીજા સ્થાન માટે થયેલી ટક્કરમાં ૪-૨થી હરાવ્યુ હતું.

(3:38 pm IST)