Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

વર્લ્ડકપમાંથી ભલે બહાર થઈ ગયું પણ રશિયાના પ્રદર્શન પર મને ગર્વઃ પુતિન

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પોતાની નેશનલ ફૂટબોલ ટીમ વર્લ્ડકપમાંથી બહાર થઈ જવા છતાં એના વખાણ કરતા કહ્યુ કે મને મારી ટીમ પર ગર્વ છે. પુતિન વર્લ્ડ કપની ઉદ્દઘાટન મેચમાં હાજર હતા અને આ ફૂટબોલપ્રેમી રાષ્ટ્રપતિએ કવોર્ટર ફાઈનલ મેચ પણ જોઈ હતી. યજમાન ટીમની હાર છતાં તેમનું કહેવુ છે કે જે રીતે રશિયાની ફૂટબોલ ટીમે વર્લ્ડકપમાં પ્રદર્શન કર્યુ છે. એનાથી મને તેમના પર ગર્વ છે. રાષ્ટ્રપતિના પ્રવકતાએ કહ્યું કે તેમણે મેચ જોઈ હતી અને તેઓ પણ ટીમનો જુસ્સો વધારતા હતા. અમે એક સારી અને ઈમાનદાર ટીમ સામે રમાયેલી મેચમાં હાર્યા હતા. રશિયાના ફૂટબોલર હજી પણ અમારા માટે હિરો છે. મેદાનમાં તેમણે મરણીયો સંઘર્ષ કર્યો હતો.

(3:37 pm IST)