Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

બેટ્સમેનોની શાનદાર બેટીંગ, બોલરોની જાનદાર બોલીંગ અને ફિલ્ડરોની ચુસ્ત ફીલ્ડીંગથી જીત મળી

ટીમ ઇન્ડિયાનું ઓલરાઉન્ડ પ્રદર્શનઃ વન-ડેમાં કાંગારૂઓ સામે ૫૦મો વિજય

 લંડનઃ કેનિંગ્ટન ઓવલના મેદાન પર રમાયેલી આઈસીસી વિશ્વ કપ-૨૦૧૯દ્ગક ૧૪જ્રાક મેચમાં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કરતા ઓસ્ટ્રેલિયાને ૩૬ રને પરાજય આપીને ટૂર્નામેન્ટમાં સતત બીજો વિજય મેળવ્યો છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતે શિખર ધવનની સદી તથા વિરાટ કોહલી અને રોહિત શર્માની અડધી સદીની મદદથી ૫૦ ઓવરમાં ૫ વિકેટ ગુમાવી ૩૫૨ રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઓસ્ટ્રેલિયન ટીમ ૫૦ ઓવરમાં ૩૧૬ રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી બુમરાહ અને ભુવનેશ્વરે ત્રણ-ત્રણ તથા ચહલે બે વિકેટ ઝડપી હતી. ભારતે પોતાની પ્રથમ મેચમાં આફ્રિકાને ૬ વિકેટે પરાજય આપ્યો હતો.

 મોટા લક્ષ્યનો પીછો કરવા ઉતરેલા ઓસ્ટ્રેલિયાના બંન્ને ઓપનરોએ સંભાળીને શરૂઆત કરી હતી. બંન્નેએ પ્રથમ વિકેટ માટે ૬૧ રનની ભાગીદારી કરી હતી. ટીમનો સ્કોર ૬૧ રન હતો ત્યારે ફિન્ચ રનઆઉટ થતાં ભારતને પ્રથમ સફળતા મળી હતી. ફિન્ચે ૩૫ બોલમાં ૩૬ રન બનાવ્યા હતા.

 ફિન્ચ આઉટ થયાં બાદ વોર્નર અને સ્મિથે બીજી વિકેટ માટે ૭૨ રનની ભાગીદારી કરી હતી. વોર્નર ૫ ચોગ્ગાની મદદથી ૫૬ રન બનાવી આઉટ થયો હતો. તેણે ૮૪ બોલનો સામનો કર્યો હતો. આ તેના કરિયરની ૧૯જ્રાક અને વિશ્વકપમાં બીજી અડધી સદી છે. તો સ્મીથે ૫ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી ૬૯ રન બનાવ્યા હતા. સ્મિથે ૬૦ બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. આ તેના વનડે કરિયરની ૨૧જ્રાક અને વિશ્વકપની છઠ્ઠી અડધી સદી છે. તો એલેકસ કેરીએ પણ ૨૫ બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી.

શિખર ધવનની સદી (૧૧૭) અને વિરાટ કોહલી (૮૨), રોહિત શર્માની અડધી સદી (૫૭)ની મદદથી ભારતે આઈસીસી વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા સામે ૫૦ ઓવરમાં ૫ વિકેટ ગુમાવી ૩૫૨ રન બનાવ્યા છે. ઓસ્ટ્રેલિયાને જીતવા માટે ૩૫૩ રનનો પડકાર આપ્યો હતો .

 શિખર ધવને ૧૦૯ બોલમાં ૧૬ ફોર સાથે ૧૧૭ રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ ૭૭ બોલમાં ૪ ફોર અને ૨ સિકસર સાથે ૮૨ રન બનાવ્યા હતા. હાર્દિક પંડ્યાએ ૨૭ બોલમાં આક્રમક ૪૮ રન અને ધોનીએ ૧૪ બોલમાં ૨૭ રન બનાવ્યા હતા.

 ઓસ્ટ્રેલિયા તરફથી સ્ટોઈનિસે સૌથી વધારે ૨ વિકેટ ઝડપી હતી. કુમિન્સ, સ્ટાર્ક અને કુલ્ટર નાઇલે ૧-૧ વિકેટ ઝડપી હતી.

 ભારત અને ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપમાં ૧૧ વખત ટકરાયા છે. જેમાં ૩ વખત ભારતનો વિજય થયો છે, જયારે ૮ મેચમાં ઓસ્ટ્રેલિયાનો વિજય થયો છે. ઓવરઓલ વન-ડેની વાત કરવામાં આવે તો અત્યાર સુધી બંને વચ્ચે ૧૩૬ વન-ડે રમાઈ છે. જેમાં ઓસ્ટ્રેલિયાનો ૭૭ મેચમાં વિજય થયો છે. ટીમ ઇન્ડિયાએ ફકત ૫૦ મેચમા જીત મેળવી છે. (૪૦.૪)

(11:58 am IST)