Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

આગામી 10 વર્ષ સુધી મુંબઈ ઈન્ડિયન્સ સાથે રહેશે તિલક વર્મા : હરભજન

 

નવી દિલ્હી: ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર હરભજન સિંહનું માનવું છે કે 19 વર્ષીય ડાબોડી બેટ્સમેન તિલક વર્મા મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા સારું રોકાણ છે. વર્મા આગામી દસ વર્ષ સુધી મુંબઈની ટીમમાં રહેશે. મુંબઈ ઈન્ડિયન્સ 10 મેચમાં 8 મેચ હારી ગઈ છે અને IPL 2022 માં પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે, પરંતુ મધ્યમ ક્રમના બેટ્સમેન વર્મા સિઝનમાં પ્રભાવશાળી રહ્યો છે, તેણે 10 ઇનિંગ્સમાં 41 ની સરેરાશથી 328 રન બનાવ્યા છે.ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર હરભજન સિંહે વર્મા અને દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન ડેવાલ્ડ બ્રેવિસમાં વિશ્વાસ વ્યક્ત કરવા બદલ મુંબઈ ઈન્ડિયન્સની પ્રશંસા કરી છે.હરભજને સ્ટાર સ્પોર્ટ્સ પર કહ્યું, "વર્મા અને બ્રેવિસ મુંબઈ ઈન્ડિયન્સ માટે રોકાણ જેવા છે. ટીમે યુવા પ્રતિભાઓમાં યોગ્ય રીતે રોકાણ કર્યું છે, જેનો ઘણા વર્ષો સુધી લાભ મળશે." "બ્રેવિસ અને ટિળકે સિઝનમાં તેમની પ્રતિભા દર્શાવી છે અને તેઓ તેમને આગામી 10 વર્ષ માટે MI જર્સી આપવા જઈ રહ્યા છે,"

(8:04 pm IST)