Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

સતત બીજી વખત રોટરુઆ મેરેથોન જીતનાર ચોથો એથ્લેટ બન્યો વોસ

નવી દિલ્હી: માઇકલ વોસે શનિવારે અહીં યોજાયેલ રોટોરુઆ મેરેથોનનો ખિતાબ જીત્યો હતો. તે સતત બીજી વખત ઇવેન્ટ જીતનાર ચોથો એથ્લેટ છે. ન્યુ ઝિલેન્ડમાં રોટરુઆ સરોવરની સરહદના ટ્રેક પર આયોજીત કરવામાં આવેલી રમતગમતની એક જુની ઘટના છે. વર્ષે, મેરેથોનની 57 મી આવૃત્તિ થઈ હતી. મળતી માહિતી અનુસાર વોસ 2: 29:30 કલાકના સમય સાથે પ્રથમ સ્થાને રહ્યો હતો. ચાલુ વર્ષે મેરેથોનમાં 4000 થી વધુ દોડવીરોએ ભાગ લીધો હતો. રોટરુઆ ઉત્તર ટાપુનું સૌથી પ્રખ્યાત પર્યટન સ્થળ છે. તે તેની ભૂસ્તર પ્રવૃત્તિઓ તેમજ માઓરી સંસ્કૃતિ, ગરમ પાણીના ઝરણા અને કાદવ પૂલ માટે પ્રખ્યાત છે.

(6:07 pm IST)