Gujarati News

Gujarati News

News of Friday, 10th May 2019

વિરાટમાં ધોની જેવી મેચને પારખવાની ટેલન્ટ નથી : ધોનીના નાનપણના કોચ

વર્લ્ડકપમાં માહીએ ચોથા ક્રમે બેટીંગ કરવી જોઈએ : પંતને ચાન્સ આપવો વ્હેલુ કહેવાશે : તેનું ફિટનેસ લેવલ જોતાં તે વર્લ્ડકપ પછી રિટાયર થાય તેવી શકયતા નહિંવત

કલકત્તા : મહેન્દ્ર સિંહ ધોનીના નાનપણના કોચ કેશવ રંજન બેનરજીનું માનવું છે કે વિરાટ કોહલી કદાચ વિશ્વનો બેસ્ટ બેટ્સમેન હશે, પણ જયારે મેચને પારખવાની વાત આવે ત્યારે કોહલી તેનાથી ઘણો દૂર રહી જાય છે. બેનરજીએ એમએસ ધોની ક્રિકેટ એકેડેમીના સમર કેમ્પના લોન્ચ વખતે મીડિયાને કહ્યું, કોહલીએ ધોની પાસેથી સલાહ લેવાની જરૂર છે. ડેથ ઓવરમાં કોહલી બાઉન્ડરી પર ફીલ્ડિંગ કરતો હોય ત્યારે ધોની આસપાસની ફીલ્ડિંગ સેટ કરે છે. જો અત્યારે ધોની ભારતની ટીમમાં ન હોય તો કોહલીને કોઈ મદદ ન કરી શકે. મારો વ્યકિતગત મત એ છે કે ધોનીએ વર્લ્ડ કપમાં ચોથા ક્રમે બેટિંગ કરવી જોઈએ, કારણ કે જો તે ચોથા ક્રમે રમે તો બીજા આવનારા બેટ્સમેનો શરૂઆતથી હિટિંગ કરી શકે. ચોથા ક્રમે રમે તો તે શરૂઆતમાં સેટ થવા થોડો સમય લીધા પછી હિટિંગ શરૂ કરી શકે છે. પાંચમા કે છઠ્ઠા ક્રમે રમે તો રિસ્ક લેવું અનિવાર્ય થઈ જાય.

તેમણે ધોનીના રિટાયરમેન્ટ વિશે કહ્યું, શ્નશું તમે ધોનીને રિટાયર થતો જોવા માગો છો? શું તમે ધોનીનું ફિટનેસ લેવલ જોયું નથી? તેની ફિટનેસ શાનદાર છે. હું તેના રિટાયરમેન્ટ વિશે કંઈ ન કહી શકું. ઇવન, તેના પપ્પા કે વાઇફના રિટાયરમેન્ટ વિશે પણ નહીં. રિષભ પંતને ચાન્સ આપવો ઘણું વહેલું કહેવાશે. આપણી બેન્ચ સ્ટ્રેન્ગ્થ ઘણી મજબૂત છે, પંતનો ચાન્સ આવશે.

(2:46 pm IST)