Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

IPL 2018માં સદી ફટકારનારો પ્રથમ ભારતીય બન્યો ઋષભ પંત :63 બોલમાં 128 રનની આક્રમક ઇનિંગ

દિલ્હી :દિલ્હી ડેરડેવિલ્સનો ઋષભ પંત ઇન્ડિયન પ્રીમિયર લીગ 2018માં સદી ફટકારનારો પહેલો ભારતીય બેટ્સમેન બન્યો છે દિલ્હીના ફિરોઝશાહ કોટલા મેદાન પર સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ઋષભ પંતે 63 બોલમાં 128 રનની આક્રમક ઇનિંગ રમી હતી તેના રનની મદદ્થી  દિલ્હીએ 20 ઓવરમાં 187/5નો સ્કોર ખડક્યો હતો. પંતે તેની ઇનિંગમાં કુલ 15 ચોગ્ગા અને સાત છગ્ગા ફટકાર્યા હતા. રીતે વર્તમાન આઈપીએલ સિઝનમાં ઋષભ પંતે વિરાટ કોહલી, સુરેશ રૈના સહિત ઘણા દિગ્ગજોને પાછળ છોડ્યા છે.

   આઈપીએલની સિઝનમાં અત્યાર સુધી શેન વોટસન (ચેન્નઈ સુપર કિંગ્સ) અને ક્રિસ ગેઇલ (કિંગ્સ ઇલેવન પંજાબ) પણ સદી ફટકારી છે. પંતે તેની પહેલી ફિફ્ટી 36 બોલમાં પૂરી કરી હતી, જેમાં તેણે આઠ ચોગ્ગા અને એક સિક્સ ફટકારી હતી. અડધી સદી બાદ પંતનો અંદાજ વધુ આક્રમક બન્યો હતો. તેણે 56 બોલમાં સદી પૂરી કરી દીધી હતી. પોતાની સદીમાં તેણે 13 ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા.

     દિલ્હીના કેપ્ટન શ્રેયસ અય્યરે ટોસ જીતીને પહેલા બેટિંગનો નિર્ણય લીધો હતો. પૃથ્વી શૉ અને જેસન રોયે પહેલી વિકેટ માટે 21 રન જોડ્યા હતા. શાકિબ અલ હસને બંને બેટ્સમેનને એક ઓવરમાં આઉટ કરી દીધા હતા. ઇનિંગની ચોથી ઓવર હતી. પંત અને અય્યર પર ઇનિંગની જવાબદારી હતી. જોકે ભાગીદારી આગળ વધે તે પહેલાં 43 રનના કુલ સ્કોર પર પંત અને અય્યર વચ્ચે રન દોડવામાં ટ્યૂનિંગ બેઠું અને તેના પરિણામે દિલ્હીએ અય્યરની વિકેટ ગુમાવવી પડી.

   ત્યાર બાદ પંતે હર્ષલ પટેલ સાથે મળીને રનની ગતિ જાળવી રાખી હતી. પટેલ 17 બોલમાં 24 રન બનાવી રન આઉટ થઈ ગયો હતો. આમ પંતની સાથે સામે છેડે રહેલા બે ખેલાડીઓ રન આઉટ થયા હતા. સ્થિતિમાં હવે પંત પર દિલ્હીની ઇનિંગને મજબૂત સ્કોર સુધી પહોંચાડવાની જવાબદારી હતી, જે તે કરી બતાવ્યું. પંતે હૈદરાબાદના તમામ બોલર્સની ધોલાઈ કરી હતી.

    ડેથ ઓવર્સમાં દુનિયાના સૌથી ઘાતક બોલર ગણાતા ભુવનેશ્વર કુમારને પણ તેણે છોડ્યો નહોતો. તેણે ભુવનેશ્વરની અંતિમ ઓવરમાં ત્રણ છગ્ગા અને બે ચોગ્ગા ફટકાર્યા હતા. ભુવનેશ્વરે ચાર ઓવરમાં 51 રન આપ્યા હતા.

(12:43 am IST)