Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

IPL -2018:સનરાઇઝર્સ હૈદરાબાદ સામે દિલ્હી ડેયરડેવિલ્સનો નવ વિકેટે ઘોર પરાજય

ઋષભ પંતની તોફાની ઇનિંગ :63 દડામાં અણનમ 128 રન ફટકાર્યા :શિખર અને વિલિયમ્સે અંત સુધી ટકીને ટીમને જીત અપાવી

IPLની 42મી મેચમાં દિલ્હી ડેયરડેવિલ્સનો સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 9 વિકેટે ઘોર પરાજય થયો છે. આજે  દિલ્હી ડેયરડેવિલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે દિલ્હીનાં ફિરોજ શાહ કોટલા મેદાન ખાતે રમાયેલ મેચમાં દિલ્હીએ આપેલા 188 રનનાં ટાર્ગેટને હાંસલ કરવા ઉતરેલી હૈદરાબાદની ટીમે એક જ વિકેટ ગુમાવી વિજય મેળવ્યો હતો

  પ્રથમ બેટિંગ કરત દિલ્હીએ ઋષભ પંતની ધમાકેદાર સદીની મદદથી 187 રન કર્યા હતા. ઋષભ પંતે ફક્ત 63 બોલમાં અણનમ 128 રનની તોફાની ઇનિંગ રમી હતી, જેમાં 15 ચોગ્ગા અને 7 છક્કાનો સમાવેશ થાય છે. ટોસ જીતીને બેટિંગમાં ઉતરેલી દિલ્હીની 21 રનનાં સ્કોર પર 2 વિકેટ પડી ગઇ હતી ત્યારબાદ દિલ્હી સમયાંતરે વિકેટ ખોતુ રહ્યું, પરંતુ પંતે એકલા હાથે દિલ્હીને જીતવા લાયક સ્કોર સુધી પહોંચાડ્યું હતું. દિલ્હીએ 5 વિકેટે 187 રન કર્યા હતા. હૈદરાબાદ તરફથી શાકિબ અલ હસને 2 વિકેટ અને ભુવનેશ્વર કુમારે 1 વિકેટ ઝડપી હતી.

  લક્ષ્‍યાંકનો પીછો કરવા ઉતરેલી સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે 15 રને એલેક્સ હેલ્સનાં રૂપમાં પ્રથમ વિકેટ ગુમાવી હતી, ત્યારબાદ શિખર ધવન અને વિલિયમ્સને અંત સુધી ટકી રહીને ટીમને 9 વિકેટે શાનદાર જીત અપાવી હતી. ધવને (92*) અને વિલિયમ્સને (80*) રન ફટકાર્યા હતા. દિલ્હીનાં બોલરોની નિષ્ફળતાને કારણે દિલ્હીની હાર થઇ હતી.

(12:10 am IST)