Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

IPL 2018: ચેન્નઇ સુપર કિંગ્સ સામે વાદળીને બદલે ગુલાબી ડ્રેસમાં રમશે રાજસ્થાન:કેન્સર અંગે જાગૃતિ ફેલાવવા નિર્ણય

જયપુર :આઇપીએલ-2018 સીઝન 11માં રાજસ્થાન રોયલ્સ ટીમ કાલે શુક્રવારે જયપુરમાં ચેન્નઈ સુપરકિંગ્સ સામેની મેચમાં વાદળી ડ્રેસની જગ્યાએ વખતે ખેલાડીઓ ગુલાબી ડ્રેસમાં જોવા મળશે. કેન્સરને લઇને જાગૃતિ ફેલાવવા માટે ટીમ દ્વારા નિર્ણય લેવાયો છે ટીમે તેના સમય દરમિયાન કેન્સરની તપાસની વિનંતી કરી રહી છે.

   રાજસ્થાન રોયલ્સ કેન્સર આઉટ કેમ્પન હેઠળ કેપ્ટનન અજીંક્ય રાણેએ ટીમ સાથીઓ કૃષ્ણપ્પા ગૌતમ અને મહિપાલ લોમરોરની સાથે તેમના કેન્સરની તપાસ પણ કરાવી હતી. રાજસ્થાન રોયલ્સ જાગૃતતા અભિયાન રાજ્ય સરકાર, નેશનલ કેન્સર ગ્રિડ, ભારતીય કેન્સર સોસાયટી અને ઇન્ડિયન ડેંન્ટલ એસોસિયેશન સાથે મળીને ચલાવે છે.

(9:21 pm IST)