Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

હું વિરાટ કોહલીના કાઉન્‍ટી ક્રિકેટ રમવા ઉપર સહમત છું, પરંતુ અફઘાનિસ્‍તાનની વિરૂદ્ધ ટેસ્‍ટ રમવા માટે અેક વખત પૂછવું જોઇઅે: શશી થરૂરના ટ્વિટથી ક્રિકેટ રસિકોમાં રોષ

નવી દિલ્‍હીઃ ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી વિશે ટ્વિટ કરીને કોંગ્રેસના નેતા શશી થરૂર ફસાઇ ગયા છે. અંતે તેમણે ફરી વાર ટ્વિટ કરીને તેઓ શું કહેવા માંગતા હતા તે વાત રજૂ કરવી પડી હતી.

કાઉન્ટી ક્રિકેટ ક્લબ સરેથી કોન્ટ્રાક્ટ કરતા જ વિરાટ કોહલીને લઇને શરૂ થયેલા વિવાદમાં હવે નવો વળાંક આવી ગયો છે. કોંગ્રેસી નેતા શશિ થરૂર દ્વારા વિરાટ કોહલીની ટીકા કરવા પર ચાહકોએ ટ્વિટર પર એમના જોરદાક જવાબ આપ્યો. નોંધનીય છે કે વિરાટ કોહલી પર પ્રહાર કરતાં શશિ થરૂરે એક ટ્વિટ કર્યું હતું.

પહેલા BCCIના બે જૂથોમાં એને લઇને અલગ અલગ મંતવ્ય જોવા મળી રહ્યા હતા. વાસ્તવમાં વિરાટ કોહલી 14 જૂનથી બેંગ્લોરમાં અફઘાનિસ્તાનની વિરુદ્ધ યોજાનારી એકમાત્ર ઐતિહાસિક ટેસ્ટનો ભાગ બનશે નહીં. એની પાછળ કારણ વિરાટનું કાઉ્ટી ક્રિકેટ રમવા ઇંગ્લેન્ડ જવાનું છે.

એની પર પ્રશ્ન કરતાં શશિ થરૂરે પોતાના ટ્વિટર અકાઉન્ટ પર લખ્યું હતું કે શું કોહલી માટે દેશથી વધારે કાઉન્ટી રમવું જરૂરી થઇ ગયું છે. ટ્વિટર પર પોતાનું મંતવ્ય રાખતા થરૂરે લખ્યું કે, "તો BCCIએ પોતાની પ્રાથમિક્તાઓ સ્પષ્ટ કરી દીધી છે. વિરાટ કોહલી આઇપીએલને કાઉન્ટી ક્રિકેટથી આગળ રાખે છે. પરંતુ હવે એ કાઉન્ટી ક્રિકેટને દેશની ટેસ્ટ મેચની કેપ્ટનીથી વધારે મહત્વ આપી રહ્યા છે. વાહ'.

જો કે સોશિયલ મીડિયા પર પ્રશંસકોની ટીકા અને ટિપ્પણીઓ જોયા બાદ થરૂરે તરત પોતાનું નિવેદન જોડી તોડીને રજૂ કરી દીધું. બાદમાં એમને ટ્વિટર પર લખ્યું, 'હું વિરાટ કોહલીના કાઉન્ટી ક્રિકેટ રમવા પર પૂરી રીતે સહેમત છું, પરંતુ એને અફઘાનિસ્તાનની વિરુદ્ધ ટેસ્ટ રમવા માટે એક વખત પૂછવું જોઇતું હતું.'

કમેન્ટમાં થરૂરે આગળ લખ્યું કે, 'જો વિરાટ કોહલીને ઇંગ્લેન્ડમાં કાઉન્ટી ક્રિકેટ રમવાનું જ હતું તો થોડો વહેલો એના માટે રવાના થઇ જતો. મને લાગે છે એ દરમિયાન કોહલીને કાઉન્ટી ક્રિકેટની જગ્યાએ IPLને પ્રાથમિક્તા આપવી જોઇએ.' શશિ થરૂરના આ ટ્વિટ બાદ વિરાટ કોહલીના ફેન્સે ટ્વિટર પર જોરદાર જવાબ આપ્યો.

(5:55 pm IST)