Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

મેડ્રિડ ઓપનની ફાઇનલમાં હાલેપ

નવી દિલ્હી:મેડ્રીડ ઓપનમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન અને વર્લ્ડ નંબર વન રોમાનિયન ટેનિસ સ્ટાર સિમોના હાલેપે ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો છે. સિમોનાએ ચેક રિપબ્લિકની ક્રિસ્ટીના પ્લીસકોવાને સીધા સેટોમાં ૬-૧,૬-૪થી પરાસ્ત કરી હતી. ક્રિસ્ટીના પ્લીસકોવા ટોચની ટેનિસ સ્ટાર કારોલીના પ્લીસકોવાની બહેન છે. ક્રિસ્ટીનાનો વર્લ્ડ રેન્ક ૯૪મો છે, જ્યારે કારોલીના હાલમાં ટોપ-૧૦માં સ્થાન ધરાવે છે. અન્ય મેચમાં ત્રીજો સીડ ધરાવતી સ્પેનના ગાર્બિન મુગુરુઝાએ ક્રોએશિયાની વેકીકને ૨-૬, ૬-૪,૬-૧થી પરાજય આપ્યો હતો. 
 

(4:59 pm IST)