Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

દર્શકોને ધ્યાનમાં રાખીને પ્લેઓફ અને ફાઈનલ મેચો હવે સાંજે ૭ વાગ્યે શરૂ થશે

આઈપીએલની ૧૧મી સીઝનની પ્લેઓફ અને ફાઈનલની મેચો હવે રાત્રે ૮ વાગ્યાને બદલે ૭ વાગ્યે શરૂ થશે. બાવીસમી મેએ મુંબઈમાં પહેલી કવોલીફાયર અને ૨૭ મેએ ફાઈનલ રમાશે. ૨૩ મેએ કલકતાના ઈડન ગાર્ડન્સમાં એલીમીનેટ અને ૨૫ મે એ બીજી કવોલીફાયર રમાશે. આ મેચો સાંજે ૭ વાગ્યે શરૂ થશે. આને કારણે આ મેચો ૧૧:૩૦ને બદલે ૧૦:૩૦ વાગ્યે પૂરી થશે.

આ સંદર્ભે આઈપીએલના ચેરમેન રાજીવ શુકલાએ એક ટીવી - ચેનલને જણાવ્યુ હતું કે આઈપીએલની મેચો માત્ર એના ફેન્સ માટે છે. તેના પ્રશંસકોના ફાયદાને જોતા આ મેચો એક કલાક વહેલી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મેચો લાંબો સમય સુધી ચાલે એથી માત્ર સ્ટેડિયમમાં આવતા પ્રેક્ષકો માટે જ નહિં, ઘરે ટીવી પર મેચો જોતા દર્શકોએ પણ પરેશાની અનુભવવી પડે છે. જો મેચ એક કલાક વહેલી શરૂ થાય તો બીજા દિવસે ઓફીસ, સ્કુલ કે કોલેજ જનારાઓને મુશ્કેલી નહિં થાય.

(4:29 pm IST)