Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

મને રોહિતે ટેન્શન વગર બેટીંગ કરવા કહેલું, કોઈપણ સ્થાને બેટીંગ કરવા તૈયાર

તોફાની ઈનિંગ રમ્યા બાદ ઈશાન કિશને કહ્યું...

મુંબઈના વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશને ગઈકાલે કોલકતા સામે માત્ર ૨૧ બોલમાં છ છગ્ગા અને પાંચ ચોગ્ગા સાથે ૬૨ રન ફટકારી જંગી જુમલામાં મહત્વનો ફાળો આપ્યો હતો. ૧૦૨ રનથી મુંબઈએ આ સિઝનની સૌથી મોટી જીત મેળવી હતી. મેચ બાદ ઈશાન કિશને કહ્યું કે મને મારા કેપ્ટન રોહિત શર્માએ કોઈ જાતના ટેન્શન વગર રમવા જણાવેલ. મે બોલ ઉપર નજર કરી મેદાનમાં તમામ જગ્યાએ શોટ ફટકાર્યા હતા. હું કોઈપણ ક્રમે બેટીંગ કરવા તૈયાર છું.

(4:25 pm IST)