Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

મેડ્રીડ ઓપનમાં નડાલની આગેકૂચઃ જોકોવીચ પ્રથમ રાઉન્ડમાં જ બહાર

વર્લ્ડ નં. ૧ ખેલાડી રાફેલ નડાલે કલેકોર્ટમાં પોતાની જીતનો સીલસીલો જાળવી રાખ્યો છે. મેડ્રીડ ઓપનના પ્રથમ રાઉન્ડમાં ગેલ મોનફિલ્સને ૬-૩, ૬-૧થી આસાનીથી હરાવી બીજા રાઉન્ડમાં પહોંચી ગયો છે. કલેકોર્ટમાં ૪૮ સેટ જીતી ચૂકયો છે ૧૧ વખત મોન્ટેકાર્લો અને બાર્સીલોના ઓપનનો ખિતાબ જીતનાર સ્પેનીસ સ્ટારની આ એકધારી ૨૦મી જીત છે, જયારે સર્બિવાના નોવાક જોકોવિચનો વિજયરથ અટકી ગયો છે, કેલી એડમન્ડે ૩-૬, ૬-૨, ૩-૬થી હારનો સામનો કરવો પડ્યો હતો, ઈજા બાદ જોકોવિચ સતત હારનો સામનો કરી રહ્યો છે

(1:02 pm IST)