Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

રેકેટ જોઇને કન્ફયુઝ થયો સાનિયાનો દીકરો ઇઝહાન

લોકોએ સવાલ પુછયા, દિકરો ક્રિકેટર બનશે કે ટેનિસ ખેલાડી

હૈદરાબાદ : સાનિયા મિર્ઝાએ હાલમાં સોશ્યલ મીડિયા પર પોતાના દીકરા ઇઝહાનનો એક ફોટો શેર કર્યો છે જેમાં તે હાથમાં રેકેટ લઈને ઊભો છે અને થોડો કન્ફ્યુઝ દેખાઈ રહ્યો છે. લૌકડાઉનના માહોલમાં મોટા ભાગના ખેલાડીઓ પોતાના પરિવાર સાથે સમય પસાર કરી રહ્યા છે. સાનિયાએ અપલોડ કરેલા આ ફોટો પર વહાબ રિયાઝ જેવા  ખેલાડીએ કમેન્ટ કરી હતી.

કોરોના વાઇરસને પગલે લોકોને મદદ કરવા સાનિયા મિર્ઝાએ આગળ આવીને લોકોને પૂરતું ખાવાનું મળી રહે એ માટે પોતાનું યોગદાન આપ્યું છે. આ ફોટો અપલોડ કરીને સાનિયાએ લખ્યું છે, ''જયાં સુધી મને લાગે છે એ વિચારી રહ્યો છે કે આ બધું શું ફસ્સ થઈ ગયું?''

(3:45 pm IST)