Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

પાકિસ્તાન માટે ૧૦ હજાર વેન્ટીલેટરની ભારત પાસે શોએબ અખ્તરની માંગણી

નવી દિલ્હી તા. ૧૦: પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે તાજેતરમાં ભારત પાકિસ્તાન સિરીઝ કરી અને તેમાંથી એકઠા થનાર પૈસા સાથે કોરોના વાયરસ માટે લડવાની વાત કરી છે. જયારે શોએબ અખ્તરે ભારત પાસે ખાસ માંગ કરી છે કે જો તે પાકિસ્તાન માટે ૧૦ હજાર વેન્ટિલેટર બનાવે છે, તો તે તેને કયારેય ભૂલશે નહીં.

એક ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા, રાવલપિંડી એકસપ્રેસએ ભારતને મદદની અપીલ કરી પાકિસ્તાનના અપંગ મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રકચરને મદદ માટે ૧૦ હજાર વેન્ટિલેટર સપ્લાયની માંગ કરી છે. આ સાથે તેમણે એમ પણ કહ્યું કે તે હંમેશા આ બાબત યાદ રાખશે. કોરોના વાયરસ સામેની વૈશ્વિક લડતમાં સૌથી મહત્વપૂર્ણમાં આવશ્યક તબીબી પુરવઠોની ખાતરી કરવી સામેલ છે જેમાં મુખ્ય દવાઓમાંથી માસ્ક ત્થા વેન્ટિલેટર સુધીની પ્રમુખ દવાઓ આવે છે. દરેક દેશ, ભલે વિકસિત હોય છતાં તે માટે લડતો રહ્યો છે.

નોંધનીય છે કે પાકિસ્તાનમાં કોરોના વાયરસના ૪,૩રર કેસ નોંધાયા છે. જયારે ભારતમાં પ,૯૧૬ લોકો આ ખતરનાક વાયરસની લપેટમાં આવી ગયા છે, જયારે ૧૭૮ લોકોના મૃત્યુ થઇ ચૂકયા છે.

(3:07 pm IST)