Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

ન્યુઝીલેન્ડના ક્રિકેટર જીમી નિશામ ફ્રાઇડ ચિકન બર્ગર માટે તડપી રહ્યો છે

ઓકલેન્ડ : ન્યુઝીલેન્ડનો ઓલ રાઉન્ડર જિમી નીશામ પોતાની ક્રિકેટ - સેન્સ સાથે સોશ્યલ મીડિયાની મસ્તી માટે પણ જાણીતો છે. હાલમાં લોકડાઉનના સમયમાં તે ગેમ માટે નહીં, પણ ફ્રાઇડ ચિકન બર્ગર માટે તલસી રહ્યો છે. આ વાત જણાવતાં ટિવટર પર નીશામે લખ્યું., 'આવા સમયમાં તમને ખબર પડે છે કે કોઇ તેમને કેટલી અસર પાડી શકે છે. એ બધું એક જ પરિપ્રેશ્યમાં હોય છે. શીટ યાર, ફ્રાઇડ ચિકન બર્ગર ખાવાનું બહુ મન થઇ રહ્યું છે.'

(3:06 pm IST)