Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

૬૬ કરોડના બંગલામાં પરિવાર સાથે સમય વિતાવતો રોનાલ્ડો

૭ માળના મેન્શનનો વિડીયો શેર કર્યો, પોતાના બંગલામાં જ કસરત કરે છે

લિસ્બન તા. ૧૦: ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અમીર ખેલાડીઓમાના એક છે અને હાલમાં તે પોર્ટુગલમાં પોતાના કરોડો રૂપિયાના ઘરમાં સમય વિતાવી રહ્યો છે. પોતાના આલીશાન ઘરમાં રોનાલ્ડો એકદમ ફિટ છ઼ે. હાલમાં રોનાલ્ડોએ પોતાના સાત માળના મેન્શનનો એક વિડિયો શેર કર્યો હતો અને પોતાના જૂના વેરહાઉસની કાયાપલટ કરવા તેણે ૭૦ લાખ પાઉન્ડ (અંદાજે ૬૬ કરોડ રૂપિયા) નો ખર્ચ કર્યો છે. આ ઘરમાં તે કસરત કરીને પોતાને ફિટ રાખી રહ્યો છે. કોરોના વાયરસના ઇલાજ માટે રોનાલ્ડોએ મોટી માત્રામાં ચેરિટી કરી છે.

યુવેન્ટ્સ માટે રમનારા આ ખેલાડીએ થોડા દિવસ અગાઉ વેન્ટિલેટર પણ ડોનેટ કર્યા હતાં જેનો ઉપયોગ કોરોનાના દર્દીઓના ઇલાજ માટે થશે. વળી તે પોતાની કરીઅરમાં એક અબજની કમાણી કરનાર પ્રથમ ફુટબોલર બનવાની દિશામાં આગળ ધપી રહ્યો છે.

(3:05 pm IST)