Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

વીમા કંપની આપશે નાણા

વિમ્બલ્ડન રદ થતા આયોજકોને મળશે અધધ...૯૪૮૩ કરોડ રૂપિયા

લંડનઃ કોરોના વાઇરસને લીધે વિમ્બલ્ડન  આ વર્ષે કેન્સલ કરવામાં આવી છે. પણ એ સામે આયોજકોને ઈન્સ્યોરન્સ કંપની પાસેથી (૧૦૦ મિલ્યન પાઉન્ડ) અંદાજે ૯૪૮ કરોડ રૂપિયા મળશે. ૧૯૪૫ બાદ પહેલી વાર વિમ્બલ્ડન કેન્સલ કરવામાં આવી છે અને એને લીધે થયેલા નુકશાનનું કલેઇમ કરવાની દિશામાં આયોજકો આગળ વધી રહ્યા છે. ધ ઓલ ઈંગ્લેન્ડ લોન ટેનિસ કલબ (એઇએલટીસી)એ ૨૮ જુનથી ૧૧ જુલાઇ ૨૦૨૧ દરમ્યાન વિમ્બલ્ડનની નવી તારીખો  જાહેર કરી છે. આ સાથે એઇએલટીસીએ પ્લેયરો, સ્ટાફ અને ટેનિસ કમ્યુનિટીને પુરતી મદદ  કરવાની બાંયધરી આપી છે.

(11:30 am IST)