Gujarati News

Gujarati News

News of Wednesday, 10th April 2019

કેરેબિયન લેજન્ડ બ્રાયન લારાને કહે છે પૃથ્વી શો છે આજનો સહેવાગ

મુંબઈ કર અને આઈપીએલમાં દિલ્હી કેપિટલ વતી રમી રહેલા યુવા બેટ્સમેન પૃથ્વી શોના પ્રશંસકો દિવસેને દિવસે વધતા જાય છે. પૃથ્વી શોના લેજન્ડ પ્રશંસકોની યાદીમાં હવે વેસ્ટ ઇન્ડિઝના બ્રાયન લારાનું નામ સામેલ થઈ ગયું છે. હાલમાં આઈપીએલમાં એકસપર્ટ કોમેન્ટેટર તરીકે સેવા આપી રહેલા લારાએ પૃથ્વી શોની તુલના વીરેન્દ્ર સહેવાગ સાથે કરી હતી. લારાએ કહ્યું હતું કે, પૃથ્વી શોની બેટિંગ સ્ટાઇલમાં બને સહેવાગની ઝલક દેખાય છે. સહેવાગની જેમ જ પૃથ્વી પણ બોલને કટ મારવામાં માહિર છે. વળી તેના શોર્ટ-આમ પુલમાં બધી જ રીતે સહેવાગ નજર આવે છે. ગયા વર્ષે વેસ્ટ ઇન્ડિયન સામેની કરિયરની પ્રથમ ટેસ્ટમાં સેંચુરી ફટકારતા જોઈને લારા પૃથ્વી પર ફિદા થઈ ગયો હતો.

(3:56 pm IST)