Gujarati News

Gujarati News

News of Wednesday, 10th April 2019

BCCIના લોકપાલ સામે રજૂ થયો હાર્દિક પંડ્યા, વિશ્વ કપ ટીમની જાહેરાત પહેલા આવશે રિપોર્ટ

નવી દિલ્હીઃ ટીવી ચેટ શો પર વિવાદાસ્પદ નિવેદન બાદ સમસ્યાઓમાં દ્યેરાયેલા હાર્દિક પંડ્યા બીસીસીઆઈના લોકપાલ ડીકે જૈનની સામે હાજર થયો હતો. આ વિવાદમાં પંડ્યાની સાથે ફસાયેલા લોકેશ રાહુલ બુધવારે જૈન સામે હાજર થશે. ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા આ સમયે ઈન્ડિયન ટી૨૦ લીગ (આઈપીએલ)ની ૧૨મી સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે રમી રહ્યો છે. ઓપનર કેએલ રાહુલ કિંગ્સ ઈલેવન પંજાબની ટીમમાં છે.

બીસીસીઆઈના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે લોકપાલ આ મુદ્દા પર પ્રશાસકોની સમિતિને વિશ્વ કપ ટીમ પસંદગી માટે થયેલી પસંદગીકારોની બેઠક પહેલા પોતાનો રેપોર્ટ આપી દેશે. આ અધિકારીએ કહ્યું, આ મામલામાં એવી કોઈ સમય સીમા નથી. પરંતુ અમને આશા છએ કે લોકપાલ મુંબઈમાં સોમવારે યોજાનારી પસંદગી સમિતિની બેઠક પહેલા પોતાનો રિપોર્ટ સીઈઓની સામે દાખલ કરી દેશે.

બીસીસીઆઈના આ અધિકારીએ કહ્યું, કોઈપણ કોઈના મગજને વાંચી શકતું નથી, પરંતુ સજા ગુનાથી વધાને ન હોવી જોઈએ. જોવાનું રહ્યું કે, લોકપાલનો રિપોર્ટ આ બંન્ને વિશે શું કહે છે.

હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલે બોલીવુડના ડાયરેકટર કરણ જોહરના શો કોફી વિથ કરણમાં મહિલાઓને લઈને વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. ત્યારબાદ બંન્ને પર અસ્થાયી રૂપથી પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. બંન્ને ખેલાડીઓએ આ મુદ્દા પર માફી માગતા સાર્વજનિક રૂપથી માફીનામું પણ રજૂ કર્યું હતું.

(3:56 pm IST)