Gujarati News

Gujarati News

News of Tuesday, 10th April 2018

કાઉન્ટી ક્રિકેટમાં ડરહમ સામે રમશે આ ગુજ્જુ ખેલાડી

મુંબઇ: ગુજરાતનો ઓલરાઉન્ડર અક્ષર પટેલ કાઉન્ટી ક્રિકેટમાં ડરહમ માટે રમવાનો છે. ૧૯ ઓગસ્ટે કાર્ડિફ ખાતે ગ્લેમોર્ગન સામેની મેચ સાથે અક્ષર પટેલ કાઉન્ટી ક્રિકેટમાં પદાર્પણ કરશે. ડાબોડી સ્પિનર-ઓલરાઉન્ડર અક્ષર પટેલ કાઉન્ટીમાં કુલ ૬ મેચમાં રમવાનો છે. ૨૦૧૨માં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ડેબ્યુ કરનારા અક્ષરે આ ફોર્મેટમાં ૭૯ વિકેટ ખેરવેલી છે અને ૧૧૬૩ રન નોંધાવ્યા છે.  તેણે એકમાત્ર સદી ૨૦૧૬માં બરોડા સામે ફટકારી હતી. અક્ષરે ભારત માટે ૪૯ વન-ડેમાં ૫૪ વિકેટ ખેરવી છે અને હાલ આઇપીએલમાં તે કિંગ્સ ઇલેવન પંજાબ માટે રમી રહ્યો છે. આઇપીએલમાં તેણે ૬૦૬ રન કરવા ઉપરાંત ૫૯ વિકેટ ખેરવેલી છે.  છેલ્લા કેટલાક વર્ષોની સરખામણીએ આ વખતે પ્રથમવાર મોટી સંખ્યામાં ભારતીય ક્રિકેટરો કાઉન્ટીમાં રમતા જોવા મળશે. જેમાં વિરાટ કોહલી, રવિચંદ્રન અશ્વિન, ઇશાંત શર્મા, વરૃણ આરોન, ચેતેશ્વર પૂજારાનો સમાવેશ થાય છે.

(5:56 pm IST)