Gujarati News

Gujarati News

News of Monday, 10th February 2020

સચિન તેન્ડુલકરે પાંચ વર્ષે બેટ પકડયું ને પહેલા બોલે બાઉન્ડરી

સચિન...સચિન... પાંચ વર્ષ બાદ ક્રિકેટના ગ્રાઉન્ડમાં રમવા ઉતરેલો સચિન તેન્ડુલકર અને ઓસ્ટ્રેલીયન બોલર એિલિસી પેરી.(૬.રપ)

 

મેલર્બન : ક્રિકેટ જગતના ભગવાન ગણાતા સચિન તેન્ડુલકરને ફરી પાછો ક્રિકેટના મેદાનમાં બેટિીંગ કરતો જોવાનો મોકો ગઇ કાલે બુશફાયર ક્રિકેટર બેશ લીગ દરમ્યાન જોવા મળ્યો હતો ગઇકાલે બુશફાયર ક્રિકેટ બેશ લીંગમાં ઇનિંગ-બ્રેક દરમ્યાન પીળા અને લીલા કલરની જર્સી પહેરીને સચિન તેન્ડુલકર એક ઓવર રમવા ઉતર્યો હતો. સચિન સામે બોલિંગ કરવાની તક ઓસ્ટ્રેલીયન વુમન્સ ક્રિકેટ ટીમની સ્ટાર ઓલરાઉન્ડર પ્લેયર એલિસી પેરીને મળી હતી. પાંચ વર્ષ બાદ ફરી બેટિંગ કરવા ઉતરેલા તેન્ડુલકરે ઓવરના પહેલા બોલમાં ચોગ્ગો ફટકારી પોતે હજી પણ ફોર્મમાં હોવાનો પરચો આપ્યો હતો. વાસ્તવમાં આ સેલિબ્રિટી મેચ ઓસ્ટ્રેલિયાની બુશફાયરમાં અસરગ્રસ્ત થયેલા લોકોની મદદ માટે ભંડોળ એકત્ર કરવા રમવામાં આવી રહી છે આ ઉપરાંત થોડા સમય પહેલા એલિસી પેરીએ તેન્ડુલકરને એક ચેલેન્જ આપી હતી જેના ભાગરૂપે સચિન મેદાનમાં ઉતર્યો હતો.

(4:35 pm IST)