Gujarati News

Gujarati News

News of Saturday, 10th February 2018

૧૦૦મી વનડે મેચ રમતા શિખર ધવને સદી ફટકારી

૧૦૦મી વનડેમાં સદી કરનાર પ્રથમ ભારતીયઃ જોહાનીસબર્ગમાં આફ્રિકા સામે શાનદાર સદી પૂરી કરી

જોહાનીસર્ગ,તા. ૧૦, ભારતના આધારભુત બેટ્સમેન શિખર ધવને પોતાની વનડે કેરિયરની ૧૦૦મી વનડે રમતા આજે શાનદાર સદી કરી હતી. આની સાથે જ આ સિદ્ધી હાંસલ કરનાર તે પ્રથમ ભારતીય    બની ગયો હતો. શિખર ધવને આજે આફ્રિકા સામે આ સિદ્ધી હાંસલ કરી લીધી હતી. તેની વનડે કેરિયરની આજે ૧૩મી સદી છે. ૯૯ બોલમાં શિખર ધવને ૧૦ ચોગ્ગા અને છગ્ગા લગાવ્યા હતા. શિખર ધવનથી પહેલા વેસ્ટ ઇન્ડિઝના ગોલ્ડન ગ્રીનિજ, ન્યુઝીલેન્ડના ક્રિસ કેઇન્સ, પાકિસ્તાનના મોહમ્મદ યુસુફ અને શ્રીલંકા તચરફથી કુમાર સંગાકારાએ આ સિદ્ધી હાંસલ કરી હતી. વેસ્ટ ઇન્ડિઝના ક્રિસ ગેલિ, ઇંગ્લેન્ડના ટ્રેસકોથિકર, વેસ્ટ ઇન્ડિઝના રામનરેશ શરવન અને ઓસ્ટ્રેલિયાએ ડેવિડ વોર્નરે પણ પ્રથમ વનડેમાં સદી ફટકારી છે. વોર્નરે ગયા વર્ષે ભારતની સામે આ સિદ્ધી હાંસલ કરી હતી. તે પહેલા સૌરવ ગાંગુલીની પાસે તક હતી પરંતુ તે ૯૭ રને આઉટ થયો હતો. વિશાખાપટ્ટનમ ખાતે ઓક્ટોબર૨૦૧૦માં રમીને શિખર ધવને પોતાની વનડે કેરિયરની શરૃઆત કરી હતી. ત્યારબાદ તે સતત સારો દેખાવ કરી રહ્યો છે. મોહાલી ખાતે રમીને માર્ચ ૨૦૧૩માં શિખર ધવને ટેસ્ટ કેરિયરની શરૃઆત કરી હતી. પોતાની પ્રથમ ટેસ્ટ મેચમાં જ શિખર ધવને સૌથી ઝડપી ટેસ્ટ સદી ફટકારવાનો રિકોર્ડ કર્યો હતો. ટેસ્ટ પ્રવેશે સૌથી ઝડપી સદીનો રેકોર્ડ  કરી શિખરે પોતાની કુશળતા દર્શાવી હતી. શિખરે ૧૭૪ બોલમાં ૧૮૭ રન ફટકારી દીધા હતા. આઇસીસી ટુર્નામેન્ટમાં પણ તે જોરદાર દેખાવ કરતો રહ્યો છે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં તેનો દેખાવ ધરખમ રહ્યો હતો.  શિખર ધવને હજુ સુધી ભારત તરફથી ૨૯ ટેસ્ટમાં ૨૦૪૬ રન કર્યા છે. જ્યારે વનડે મેચમાં ૪૨૦૦ રન બનાવ્યા  છે. શિખર પાસેથી સારા દેખાવની અપેક્ષા સતત ચાહકો રાખે છે. 

(11:25 pm IST)
  • ભારત - દક્ષિણ આફ્રિકા મહિલા થર્ડ વનડે : ડુ પ્રીઝે દક્ષિણ આફ્રિકાને જીત અપાવી : છતાં ટીમ ઈન્ડિયાએ શ્રેણી 2-1થી જીતી લીધી : સ્મૃતિ માંન્ધાનાને પ્લેયર ઓફ ધ સિરીઝ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો access_time 12:56 am IST

  • પ્રતિબંધ છત્તા તેજાબના ખુલ્લેઆમ વેચાણ વિરૂદ્ધ થયેલી અરજી અંગે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને નોટિસ ફટકારી : સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને તમામ રાજ્ય સરકારો પાસેથી જવાબ માંગ્યો : અરજીમાં સર્વોચ્ચ ન્યાયાલયના આદેશનું ઉલ્લંઘન થતું હોવાનું કહેવાયું છે access_time 9:22 am IST

  • કલોલનાં દેવચોટીયા ગામે લાકડાના ફટકા મારી પતિએ કરી પત્નિની હત્યા access_time 2:03 pm IST