Gujarati News

Gujarati News

News of Saturday, 10th February 2018

એશિયન ટીમ બેડમિન્ટનમાં ભારતની હાર

નવી દિલ્હી:એશિયન ટીમ બેડમિંટન ચેમ્પિયનશીપમાં ભારતની મેન્સ અને વિમેન્સ ટીમને ક્વાર્ટર ફાઈનલમાં આંચકાજનક હારનો સામનો કરવો પડયો હતો. આ સાથે ભારતના પડકારનો અંત આવી ગયો છે. આજે રમાયેલી ક્વાર્ટર ફાઈનલમાં ભારતની મેન્સ ટીમને ચીને ૧-૩થી પરાજય આપ્યો હતો. જ્યારે ભારતની વિમેન્સ ટીમને ઈન્ડોનેશિયા સામે ૧-૩થી જ હાર સહન કરવી પડી હતી. નોંધપાત્ર છે કે, ઈજામાંથી રિકવર થઈ રહેલી સાયના નેહવાલ એશિયન ટીમ ચેમ્પિયનશીપમાં રમવા ઉતરી નહતી. વિમેન્સ સિંગલ્સની ક્વાર્ટર ફાઈનલમાં ઈન્ડોનેશિયા સામે સિંધુએ ભારતને વિજયી શરૃઆત અપાવી હતી. સિંધુએ ઈન્ડોનેશિયાની ફાનેટ્રીને ૨૧-૧૩, ૨૪-૨૨થી પરાજય આપ્યો હતો. જોકે આ પછી ભારત ત્રણેય મેચ હારી ગયું હતુ. ભારતની મેન્સ ટીમ પણ ખાસ પ્રભાવ પાડી શકી નહતી. ભારતના કિદામ્બી શ્રીકાંતે પ્રથમ સિંગલ્સમાં શાનદાર દેખાવ કરતાં ૧૪-૨૧, ૨૧-૧૬, ૨૧-૭થી શી યુકીને હરાવ્યો હતો. જોકે ચીનના હે જિટિંગ અને તાન કીએંગની જોડી સામે ભારતના સાત્વિકસાઈરાજ અને ચિરાગનો ૨૧-૧૭, ૨૧-૧૮થી પરાજય થયો હતો.આ પછી કીઓ બીન સામે ભારતના સાઈ પ્રણિતને ૨૧-૯, ૧૧-૨૧, ૧૭-૧૨થી હારનો સામનો કરવો પડયો હતો. આખરે હાન ચેંગ્કી અને ઝોઉની જોડીએ ૨૧-૧૪, ૧૯-૨૧, ૧૪-૨૧થી મનુ અત્રી અને સુમિત રેડ્ડીને પરાજય આપતાં ભારત બહાર ફેંકાયું હતુ.

(5:31 pm IST)
  • કલોલનાં દેવચોટીયા ગામે લાકડાના ફટકા મારી પતિએ કરી પત્નિની હત્યા access_time 2:03 pm IST

  • ફેહકુલ્વાયોની સિક્સર સાથે સાઉથ આફ્રિકાએ ચોથો વનડે 5 વિકેટે ભારત સામે જીતી લીધો : મેચમાં શીખર ધવનની નોંધાઈ જબરદસ્ત સદી : ભારતે આપેલ ૨૮ ઓવરમાં ૨૦૨ રનનો ટાર્ગેટ સાઉથ આફ્રિકાએ સરળતાથી પાર પાડ્યો : ભારત હજુ પણ સીરીઝમાં ૩-1થી આગળ access_time 1:56 am IST

  • ગોવા સરકારના પ્રધાન વિજય સરસદેસાઈએ ઉત્તર ભારતીય પર્યટકોને લઈને વિવાદીત નિવેદન આપ્યું છે અને તેમને ધરતી પર ગંદગી ગણાવ્યા છે. વિજય સરદેસાઈએ કહ્યુ છે કે આ પર્યટકો ગોવાને હરિયાણા બનાવવા ચાહે છે. પોતાના સંબોધનમાં વિજય સરદેસાઈએ ઉત્તર ભારતીય પર્યટકોને મોટા પૂર સમાન ગણાવ્યા અને તેમણે ગોવાને બીજું ગુરુગ્રામ નહીં બનવા દેવાની વાત પણ કરી હતી. access_time 7:25 pm IST